Gujaratમાં 8થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની કરાશે ઉજવણી
રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં તિરંગા યાત્રા યોજાશે સરકાર અને સંસ્થાઓએ 50 લાખ તિરંગા વિતરણનું કર્યું આયોજન તિરંગાને લગાવવાની રીત અંગે શાળાઓમાં માહિતી અપાશે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામા દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે. રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા ઉજવણી કરવામાં આવશે. ત્યારે હર ઘર તિરંગા યાત્રા અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 8થી 15 સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલશે. રાજ્યભરમાં 50 લાખ તિરંહાનું વિતરણ કરવામાં આવશે. રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજકોટમાં આગામી 10 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા હાજર રહેશે. મુખ્ય ચાર મહાનગરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવશે. તેમજ સુરતમાં 11 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા યાત્રા મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ હાજર રહેશે. આ ઉપરાંત 13 ઓગસ્ટે અમદાવાદમાં કાર્યક્રમ યોજવામાં આવશે. 2200 સંસ્થાઓ હર ઘર તિરંગા યાત્રામાં જોડાશે રાજ્યમાં સરકાર દ્વારા આગામી તા. 8થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં 14 હજાર ગામો, નગરપાલિકા તથા મહાનગરોમાં લોખા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે. તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પોતાના વિસ્તારમાં તિરંગા યાત્રા કાઢવામાં આવશે. હર ઘર તિરંગા યાત્રામાં રાજ્યમાં 2200 સંસ્થાઓ જોડાશે. શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે રાજ્ય આવતીકાલથી તિરંહા વિતરણ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 14 આઈકોનિક સ્થળો પર તિરંગા વિતરણ કરવામાં આવશે. તિરંગા લગાવવાની રીત અંગે શાળાઓમાં એસેમ્બલીમાં માહિતી આપવામાં આવશે. તેમજ વિવિધ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. અમદાવાદ શહેરમાં વિવિધ ફોર્સના જવાનો હાજર રહેશે. ટેબ્લુ બનાવવામાં આવશે. ગરબા આદિવાસી નૃત્ય ખાસ આકર્ષણ હશે એસટી વિભાગ દ્વારા બસમાં મુસાફરો ને તિરંગા વિતરણ કરવામાં આવશે. સરકાર અને સંસ્થાઓ દ્વારા તિરંગા વિતરણને લઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં વિવિધ ફોર્સના જવાનો હાજર રહેશે. જેમાં વિવિધ ફોર્સની પરેડનં આયોજન કરવામાં આવ્યું છે જે લોકો જોઈ શકશે. તેમજ ગરબા આદિવાસી નૃત્ય ખાસ આકર્ષણ હશે. સરકાર અને સંસ્થાઓએ 50 લાખ તિરંગા વિતરણનું આયોજન કર્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજ્યના મુખ્ય ચાર મહાનગરોમાં તિરંગા યાત્રા યોજાશે
- સરકાર અને સંસ્થાઓએ 50 લાખ તિરંગા વિતરણનું કર્યું આયોજન
- તિરંગાને લગાવવાની રીત અંગે શાળાઓમાં માહિતી અપાશે
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામા દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે. રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા ઉજવણી કરવામાં આવશે. ત્યારે હર ઘર તિરંગા યાત્રા અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 8થી 15 સુધી હર ઘર તિરંગા અભિયાન ચાલશે. રાજ્યભરમાં 50 લાખ તિરંહાનું વિતરણ કરવામાં આવશે.
રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે
વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજકોટમાં આગામી 10 ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા હાજર રહેશે. મુખ્ય ચાર મહાનગરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવશે. તેમજ સુરતમાં 11 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા યાત્રા મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ હાજર રહેશે. આ ઉપરાંત 13 ઓગસ્ટે અમદાવાદમાં કાર્યક્રમ યોજવામાં આવશે.
2200 સંસ્થાઓ હર ઘર તિરંગા યાત્રામાં જોડાશે
રાજ્યમાં સરકાર દ્વારા આગામી તા. 8થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં 14 હજાર ગામો, નગરપાલિકા તથા મહાનગરોમાં લોખા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે. તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પોતાના વિસ્તારમાં તિરંગા યાત્રા કાઢવામાં આવશે. હર ઘર તિરંગા યાત્રામાં રાજ્યમાં 2200 સંસ્થાઓ જોડાશે.
શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે
રાજ્ય આવતીકાલથી તિરંહા વિતરણ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 14 આઈકોનિક સ્થળો પર તિરંગા વિતરણ કરવામાં આવશે. તિરંગા લગાવવાની રીત અંગે શાળાઓમાં એસેમ્બલીમાં માહિતી આપવામાં આવશે. તેમજ વિવિધ શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. અમદાવાદ શહેરમાં વિવિધ ફોર્સના જવાનો હાજર રહેશે. ટેબ્લુ બનાવવામાં આવશે.
ગરબા આદિવાસી નૃત્ય ખાસ આકર્ષણ હશે
એસટી વિભાગ દ્વારા બસમાં મુસાફરો ને તિરંગા વિતરણ કરવામાં આવશે. સરકાર અને સંસ્થાઓ દ્વારા તિરંગા વિતરણને લઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં વિવિધ ફોર્સના જવાનો હાજર રહેશે. જેમાં વિવિધ ફોર્સની પરેડનં આયોજન કરવામાં આવ્યું છે જે લોકો જોઈ શકશે. તેમજ ગરબા આદિવાસી નૃત્ય ખાસ આકર્ષણ હશે. સરકાર અને સંસ્થાઓએ 50 લાખ તિરંગા વિતરણનું આયોજન કર્યું છે.