Gujarat : વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું ગુજરાત કામદાર સુધારા વિધાયક, કામદારોને મળશે 3 દિવસની રજાનો લાભ

Sep 10, 2025 - 13:00
Gujarat : વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું ગુજરાત કામદાર સુધારા વિધાયક, કામદારોને મળશે 3 દિવસની રજાનો લાભ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ગુજરાત કામદાર સુધારા વિધાયક બિલ રજૂ કરાયું. શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપુત દ્વારા રજૂ કરાયેલ બિલમાં કામદારોના વેતન અને શ્રમ કલાક પર મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ બિલમાં કામદારોના વેતન સહિતના મહત્વના મુદ્દાઓને લઈને દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ વિધેયકમાં કામદાર 4 દિવસના 48 કલાક કામ કરે તો સવેતન ત્રણ દિવસની રજા મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. વિધેયકમાં રજૂ કરાયેલ આ સુધારો મંજૂર થાય તો કામદારોને મોટા લાભ થશે.

આ વિધેયકથી કામદારોને મળશે લાભ

ગુજરાત કામદાર સુધારા વિધાયક બિલ સર્વાનુમતે પાસ થાય તો કામદારોને ઓવર ટાઈમ કરવા પર ડબલ પગાર આપવો પડશે. આ વિધેયકમાં દિવસના 9 કલાકની જગ્યાએ 12 કલાક કામનો સુધારાની રજૂઆત કરાઈ છે. ઓવર ટાઈમના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ત્રણ માસમાં અગાઉ 75 કલાકની જગ્યાએ હવે 125 કલાક ઓવર ટાઈમ કરી શકશે. આ સુધારાથી કામદાર 4 દિવસના 48 કલાક કામ કરે તો સવેતન ત્રણ દિવસની રજાનો લાભ મળશે.

કામદારો મામલે રજૂ કરાયું વિધેયક

વિધાનસભા ગૃહમાં કામદાર સુધારા વિધેયક બિલ એ કામદારોના કામના કલાકોમા વધારો કરવા લાવવામાં આવ્યું. કામદારોના કામના કલાકો 8 કલાક થી વધારી ને 12 કલાક કરવાની મંજૂરી આપવા લાવવામાં આવ્યું કારખાના સુધારા વિધેયક. આ વિધેયક થકી આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે અને રોજગારીની તકો પણ વધશે તેવો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0