Gujarat : ખેડૂતોએ બીજામૃત, જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરતા આટલુ ધ્યાન રાખવું

ખેતીને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને દરેક દેશવાસીના હિતમાં પ્રાકૃતિક ખેતીને એક જન આંદોલન બનાવવા આહવાન કર્યું છે. પ્રાકૃતિક ખેતી સરસ ખેતી પ્રાકૃતિક ખેતી કોઇપણ રસાયણ પર આધારિત નથી, જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે. પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન- સંવર્ધન થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારા ભાવ મળે છે જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે. બિન ખર્ચાળ ખેતી પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થા બિન ખર્ચાળ અથવા ઓછી ખર્ચાળ ખેત વ્યવસ્થા છે, કે જેનાથી પોષણક્ષમ ખેત ઉત્પાદન કરી શકાય છે અને ખેડૂતનું જીવન ધોરણ સુધારી શકાય છે. પ્રાકૃતિક ખેતી માટે જરૂરી આયામોનું ધ્યાન રાખીને ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ ઉપ્તાદન મેળવી શકાય છે. તેના આયામોમાં બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતનો સમાવેશ થાય છે.બીજામૃત તૈયાર કરવા માટે ખેડૂતોએ ૦૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૦૫ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૫૦ ગ્રામ ચુનો અને ૦૧ મુઠી ઝાડ નીચેની માટીને ૨૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦૦ કિ.ગ્રા. બિયારણને પટ આપવા માટે ૨૪ કલાક બાદ ઉપયોગમાં લઈ શકાય છે. ઉભા પાક પર છંટકાવ કરવો જોઇએ જીવામૃત તૈયાર કરવા ખેડૂતોએ ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૧૦ કિ.ગ્રા. દેશી ગાયનું તાજુ ગોબર, ૦૧ મુઠી ઝાડ નીચેની/શેઢા-પાળા/વાડની માટી, ૦૧ કિ.ગ્રા. દેશી ગોળ, ૦૧ કિ.ગ્રા. ચણા કે કોઈપણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરી તેને ૨૦૦ લીટર પાણીના ડ્રમમાં નાખી મીલાવવું ત્યારબાદ ડ્રમને કંતાનના કોથળાથી ઢાંકવું અને છાંયડે રાખવું. લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ ૦૨ વખત ૫-૫ મિનિટ માટે મિશ્રણને હલાવવું. ઉનાળામાં બે ત્રણ દિવસ અને શિયાળામાં એક અઠવાડિયાના સમયગાળામાં જીવામૃત તૈયાર થઈ જશે અને તૈયાર થયાના ૧૫ દિવસ સુધી આ જીવામૃતનો ઉપયોગ કરી શકાય છે. એક એકર માટે ૨૦૦ લીટર જીવામૃતને ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું, ઉભા પાક પર છંટકાવ કરવો જોઇએ. ઘનજીવામૃતને વપરાશમાં લઈ શકાય ઘન જીવામૃત તૈયાર કરવા ખેડૂતોએ ૨૦૦ કિ.ગ્રા. સખત તાપમાં સુકવેલ અને ચારણીથી ચાળેલા દેશી ગાયના ગોબરને ૨૦૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. ૪૮ કલાક માટે છાંયડો હોય ત્યાં ઢગલો કરી ત્યારબાદ પાતળુ સ્તર કરી સુકવવું. આ સ્તરને દિવસમાં ૨-૩ વાર ઉપર નીચે કરવું. સુકાઇ જાય ત્યારે ગાંગડાનો ભુકો કરી એક વર્ષ સુધી વપરાશમાં લઈ શકાય છે. જમીનમાં અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર ૨૦૦ કિ.ગ્રા. અને ફુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિ.ગ્રા. ઘનજીવામૃતને વપરાશમાં લઈ શકાય. છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે આમ પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત આપવાથી જીવાણુંની સંખ્યા ઝડપથી વધતા હ્યુમસનું નિર્માણ ઝડપી બને છે. જીવામૃત સુષુપ્ત અળસિયાને સક્રીય કરી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવી છોડના મુળને પ્રાપ્ત કરાવે છે. જેથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેનાથી નાઈટ્રોજનની ઉપલબ્ધિ પણ વધે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. 

Gujarat : ખેડૂતોએ બીજામૃત, જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરતા આટલુ ધ્યાન રાખવું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેતીને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને દરેક દેશવાસીના હિતમાં પ્રાકૃતિક ખેતીને એક જન આંદોલન બનાવવા આહવાન કર્યું છે.

પ્રાકૃતિક ખેતી સરસ ખેતી

પ્રાકૃતિક ખેતી કોઇપણ રસાયણ પર આધારિત નથી, જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ, જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે. પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન- સંવર્ધન થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારા ભાવ મળે છે જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે.

બિન ખર્ચાળ ખેતી

પ્રાકૃતિક ખેતીની વ્યવસ્થા બિન ખર્ચાળ અથવા ઓછી ખર્ચાળ ખેત વ્યવસ્થા છે, કે જેનાથી પોષણક્ષમ ખેત ઉત્પાદન કરી શકાય છે અને ખેડૂતનું જીવન ધોરણ સુધારી શકાય છે. પ્રાકૃતિક ખેતી માટે જરૂરી આયામોનું ધ્યાન રાખીને ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ ઉપ્તાદન મેળવી શકાય છે. તેના આયામોમાં બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતનો સમાવેશ થાય છે.બીજામૃત તૈયાર કરવા માટે ખેડૂતોએ ૦૫ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૦૫ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૫૦ ગ્રામ ચુનો અને ૦૧ મુઠી ઝાડ નીચેની માટીને ૨૦ લીટર પાણીમાં મિશ્રણ કરી ૧૦૦ કિ.ગ્રા. બિયારણને પટ આપવા માટે ૨૪ કલાક બાદ ઉપયોગમાં લઈ શકાય છે.

ઉભા પાક પર છંટકાવ કરવો જોઇએ

જીવામૃત તૈયાર કરવા ખેડૂતોએ ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર, ૧૦ કિ.ગ્રા. દેશી ગાયનું તાજુ ગોબર, ૦૧ મુઠી ઝાડ નીચેની/શેઢા-પાળા/વાડની માટી, ૦૧ કિ.ગ્રા. દેશી ગોળ, ૦૧ કિ.ગ્રા. ચણા કે કોઈપણ દાળના લોટનું મિશ્રણ તૈયાર કરી તેને ૨૦૦ લીટર પાણીના ડ્રમમાં નાખી મીલાવવું ત્યારબાદ ડ્રમને કંતાનના કોથળાથી ઢાંકવું અને છાંયડે રાખવું. લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં સવાર-સાંજ ૦૨ વખત ૫-૫ મિનિટ માટે મિશ્રણને હલાવવું. ઉનાળામાં બે ત્રણ દિવસ અને શિયાળામાં એક અઠવાડિયાના સમયગાળામાં જીવામૃત તૈયાર થઈ જશે અને તૈયાર થયાના ૧૫ દિવસ સુધી આ જીવામૃતનો ઉપયોગ કરી શકાય છે. એક એકર માટે ૨૦૦ લીટર જીવામૃતને ગાળીને પિયતના પાણી સાથે અથવા ડ્રીપ સાથે મુખ્ય પાકની હારમાં આપવું, ઉભા પાક પર છંટકાવ કરવો જોઇએ.

ઘનજીવામૃતને વપરાશમાં લઈ શકાય

ઘન જીવામૃત તૈયાર કરવા ખેડૂતોએ ૨૦૦ કિ.ગ્રા. સખત તાપમાં સુકવેલ અને ચારણીથી ચાળેલા દેશી ગાયના ગોબરને ૨૦૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. ૪૮ કલાક માટે છાંયડો હોય ત્યાં ઢગલો કરી ત્યારબાદ પાતળુ સ્તર કરી સુકવવું. આ સ્તરને દિવસમાં ૨-૩ વાર ઉપર નીચે કરવું. સુકાઇ જાય ત્યારે ગાંગડાનો ભુકો કરી એક વર્ષ સુધી વપરાશમાં લઈ શકાય છે. જમીનમાં અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર ૨૦૦ કિ.ગ્રા. અને ફુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિ.ગ્રા. ઘનજીવામૃતને વપરાશમાં લઈ શકાય.

છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે

આમ પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત આપવાથી જીવાણુંની સંખ્યા ઝડપથી વધતા હ્યુમસનું નિર્માણ ઝડપી બને છે. જીવામૃત સુષુપ્ત અળસિયાને સક્રીય કરી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવી છોડના મુળને પ્રાપ્ત કરાવે છે. જેથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે તેનાથી નાઈટ્રોજનની ઉપલબ્ધિ પણ વધે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે.