Gujarat Weather : રાજયમાં ઠંડીમાં થયો આશિંક ઘટાડો, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા
રાજયમાં ઠંડીમાં આશિંક ઘટાડો નોંધાયો છે,રાજયમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફની થઈ છે જેના કારણે મોટાભાગના જિલ્લામાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.લઘુત્તમમાં વધુ પરિવર્તન નહિ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદ 15.0 ડિગ્રી,ગાંધીનગર 10.8 ડિગ્રી,ડીસા 12.8 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 15.4 ડિગ્રી,વડોદરા 13.4 ડિગ્રી, સુરત 20.8 ડિગ્રી,ભુજ 13.4 ડિગ્રી ,કંડલા 13.5 ડિગ્રી,અમરેલી 16.0 ડિગ્રી, ભાવનગર 15.6 ડિગ્રી,દ્વારકા 17.9 ડિગ્રી ,ઓખા 19.5 ડિગ્રી,પોરબંદર 13.4 ડિગ્રી , વેરાવળ 18.8 ડિગ્રી,રાજકોટ 14.5 ડિગ્રી,સુરેન્દ્રનગર 15.4 ડિગ્રી,મહુવા 15.9 ડિગ્રી,કેશોદ 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તાપમાનમાં નોંધાશે ઘટાડો સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં ફરીથી બરફ વર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. કોલ્ડવેવની શકયતા નહીવત રાજયમાં હાલમાં કોલ્ડવેવની શકયતા નહીવત જોવા મળી છે,આગામી સમયમાં પણ રાજયમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી નથી,રાજયમાં બેઠી ઠંડી રહેશે અને પવનો ફૂંકાશે એટલે ઠંડીનો અહેસાસ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. બપોરના સમયે ગરમી પણ પડી શકે છે ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયમાં ઠંડીમાં આશિંક ઘટાડો નોંધાયો છે,રાજયમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફની થઈ છે જેના કારણે મોટાભાગના જિલ્લામાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.નલિયા 10 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે.મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.લઘુત્તમમાં વધુ પરિવર્તન નહિ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદ 15.0 ડિગ્રી,ગાંધીનગર 10.8 ડિગ્રી,ડીસા 12.8 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 15.4 ડિગ્રી,વડોદરા 13.4 ડિગ્રી, સુરત 20.8 ડિગ્રી,ભુજ 13.4 ડિગ્રી ,કંડલા 13.5 ડિગ્રી,અમરેલી 16.0 ડિગ્રી, ભાવનગર 15.6 ડિગ્રી,દ્વારકા 17.9 ડિગ્રી ,ઓખા 19.5 ડિગ્રી,પોરબંદર 13.4 ડિગ્રી , વેરાવળ 18.8 ડિગ્રી,રાજકોટ 14.5 ડિગ્રી,સુરેન્દ્રનગર 15.4 ડિગ્રી,મહુવા 15.9 ડિગ્રી,કેશોદ 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
તાપમાનમાં નોંધાશે ઘટાડો
સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં ફરીથી બરફ વર્ષા થવાની આગાહી વ્યક્ત કરી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં અત્યારે સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. આગામી ચારથી પાંચ દિવસમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.
કોલ્ડવેવની શકયતા નહીવત
રાજયમાં હાલમાં કોલ્ડવેવની શકયતા નહીવત જોવા મળી છે,આગામી સમયમાં પણ રાજયમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી નથી,રાજયમાં બેઠી ઠંડી રહેશે અને પવનો ફૂંકાશે એટલે ઠંડીનો અહેસાસ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.
બપોરના સમયે ગરમી પણ પડી શકે છે
ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.