Gujarat Weather: રાજયમાં આગામી દિવસોમાં ભારે પવન સાથે પડી શકે છે વરસાદ
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,આગામી 7 દિવસ વરસાદને લઈ આગાહી કરવામા આવી છે જેમાં 19 અને 20 ઓકટોબરે રાજયમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે લાથે હવામાં ભેજનું પ્રમાણ અને ગરમી વધતા વરસાદ થવાની શકયતાઓ સેવાઈ રહી છે. જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પોરબંદર, રાજકોટ,જૂનાગઢ, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ, વડોદરા,છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,સુરત, તાપી, ડાંગ,નવસારી,વલસાડ, દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.19 ઓક્ટોબરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 નવેમ્બરે બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે 17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. આજથી 24 ઓક્ટોબર સુધી માવઠું રહેશે ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે,18 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જેને લઈ વરસાદી વાતાવરણ રહેશે,સાથે સાથે ચક્રવાત બનવાની પણ શકયતા છે જે વરસાદ આપી શકે છે,અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે તેમજ આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે અને દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,આગામી 7 દિવસ વરસાદને લઈ આગાહી કરવામા આવી છે જેમાં 19 અને 20 ઓકટોબરે રાજયમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે લાથે હવામાં ભેજનું પ્રમાણ અને ગરમી વધતા વરસાદ થવાની શકયતાઓ સેવાઈ રહી છે.
જાણો આજે કયાં અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પોરબંદર, રાજકોટ,જૂનાગઢ, અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ, વડોદરા,છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,સુરત, તાપી, ડાંગ,નવસારી,વલસાડ, દમણ,દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.પંચમહાલ અને દાહોદમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે.19 ઓક્ટોબરે તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 નવેમ્બરે બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે
17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
આજથી 24 ઓક્ટોબર સુધી માવઠું રહેશે
ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું છે કે,18 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન બનશે જેને લઈ વરસાદી વાતાવરણ રહેશે,સાથે સાથે ચક્રવાત બનવાની પણ શકયતા છે જે વરસાદ આપી શકે છે,અણધાર્યો વરસાદ રાજ્યમાં વિવિધ વિસ્તારમાં થશે તેમજ આજથી અરબી સમુદ્રના વિસ્તારોમાં પવનનું જોર વધશે અને દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.