Gujarat Weather Update: 21 માર્ચ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી

Mar 15, 2026 - 13:00
Gujarat Weather Update: 21 માર્ચ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા, અંબાલાલ પટેલની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને રાજકોટમાં તાપમાનનો પારો નીચે ઉતરતાં ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 19થી 21મી માર્ચ સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય હોવાની શક્યતાઓ છે.

હવામાનમાં બદલાવ આવી શકે છે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 18 માર્ચથી એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે. જેના કારણે હવામાનમાં બદલાવ આવી શકે છે. આ પરિસ્થિતિના કારણે 19 માર્ચથી 21 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ

આ સિસ્ટમ બાદ પણ મહિનાના અંતમાં ફરી એક વખત હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. 26 માર્ચથી 29 માર્ચ દરમિયાન ફરી એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે. જેના કારણે ફરીથી વાદળછાયું વાતાવરણ અને છૂટક વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18થી 20 માર્ચે રાજ્યમાં માવઠું થઈ શકે છે. 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠું થઈ શકે છે. 19 માર્ચે પણ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad: વસ્ત્રાપુરમાં ઘરઘાટીએ માલિકના ઘરે જ કરી ચોરી, લાયસન્સવાળી પિસ્તોલ અને જીવતા કારતૂસ લઈ થયો છૂમંતર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0