Gujarat Weather News: સૂકા પવનો ફૂંકાવાથી ગરમીની અસર વધી, જાણો તાપમાનનો પારો ક્યાં સુધી પહોંચશે

Oct 22, 2026 - 09:00
Gujarat Weather News: સૂકા પવનો ફૂંકાવાથી ગરમીની અસર વધી, જાણો તાપમાનનો પારો ક્યાં સુધી પહોંચશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં હજી આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી અને તેની અસર યથાવત રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે.જેમાં સૌથી વધુ રાજકોટમાં 40 ડિગ્રી અને અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોના કારણે ગરમીનું પ્રમાણ અને તેની અસર વધુ અનુભવાઈ રહી છે.

રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું

સૌરાષ્ટ્ર-કચ્છમાં આસો મહિનામાં પણ ઉનાળા જેવો આકરો તાપ પડી રહ્યો છે.રાજકોટમાં ગરમીનો પારો સ્થિર થયો હોય તેમ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું હતું તો ભુજ, નલીયા, કંડલા અને સુરેન્દ્રનગરમાં પણ પારો 39 ડિગ્રીને પાર થઈ ગયો હતો.ચોમાસાની વિદાય પછી હવામાન અસ્થિર થઈ ગયું છે નલીયા, પોરબંદરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીએ પહોંચી ગયું છે સાથે અમરેલી, મહુવા, કેશોદમાં પણ તાપમાન નીચું ઉતરતા હવે ધીમે પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું હોય તેવા એંધાણ મળી રહ્યા છે.સવારમાં હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટી ગયું છે. ઓખા અને દ્વારકામાં 94 ટકા ભેજ થઈ જતા આ વિસ્તારમાં ધુમ્મસ છવાયું હતું. પોરબંદરમાં 38.6, કેશોદમાં 38.5, વેરાવળમાં 38.3, મહુવા-ભાવનગરમાં 36.8, અમરેલીમાં 36.7, દીવમાં 36.3, ઓખામાં 32.8 અને દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

કચ્છમાં પણ તાપમાનનો પારો ઊંચકાયો

કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો સતત 38થી 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો હોવાથી લોકોને દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.ચોમાસાની વિદાય બાદ પણ ગરમીમાંથી રાહત મળી ન હોવાથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.દિવસ દરમિયાન આકરો તાપ અને ગરમીનો અહેસાસ થાય છે, જ્યારે રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.કંડલા પોર્ટ વિસ્તારમાં 39.5 ડિગ્રી, નલિયામાં 39.3 ડિગ્રી અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં 38.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યું હતું.દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેતાં ઉકળાટ અને બફારાથી લોકો અકળાઈ ઊઠ્યા હતા.ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબરમાં ઠંડીની શરૂઆત સાથે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થતો હોય છે, પરંતુ આ વખતે મહત્તમ તાપમાન ઊંચું રહેતાં ગરમીનો અનુભવ યથાવત્ છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: તલાટી અને નાયબ મામલતદારોની દિવાળી બગડશે, ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની તૈયારી શરૂ



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0