Gujarat Weather News: આજે રાજ્યમાં વરસાદની આગાહી, આવતીકાલથી ગરમીમાં વધારો થશે

Apr 7, 2026 - 08:00
Gujarat Weather News: આજે રાજ્યમાં વરસાદની આગાહી, આવતીકાલથી ગરમીમાં વધારો થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં હાલમાં માવઠાની સિઝન ચાલી રહી છે.ગરમી અને ઉકળાટની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવે છે.ત્યારે ફરીવાર રાજ્યમાં માવઠાનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે.આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થવાથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતી આઠમી એપ્રિલથી ગરમીમાં વધારો થશે.આજે પવનની ગતિમાં વધારો થશે.બે દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.

આગામી સાતમી એપ્રિલે રાજ્યમાં માવઠાની આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. વિવિધ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દ્વારકા,જામનગર,રાજકોટ, દાહોદ,પંચમહાલ, મોરબી, કચ્છ,બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગર,પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે તાપમાનમાં પણ વધારો થવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ગરમીમાં વધારો થશે

ગુજરાતમાં ગરમીમાં વધારો થશે. રાજ્યમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. અમદાવાદમાં 36.4, અમરેલી 36.5, રાજકોટમાં 36.7,સુરેન્દ્રનગર 36.2, ગાંધીનગરમાં 36.2,વડોદરામાં 35.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


આ પણ વાંચોઃ Gandhinagar : સ્થાનિક સ્વરાજની શાંતિપૂર્ણ ચૂંટણી માટે DGP એક્શનમાં, હિસ્ટ્રીશીટરો અને ફરાર આરોપીઓ સામે કડક પગલાં લેવા આદેશ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0