Gujarat Weather : શહેરીજનો ગરમીથી શેકાવા રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી મોટી

ગુજરાતના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે,રાજ્યમાં બેવડી ઋતુનો વર્તારો સર્જાશે,સવારના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે તો બપોરે મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રીએ પહોંચ્યું છે,હજી 7 દિવસ સુધી બેવડી ઋતુની અસર રહેશે જેમાં પવનોની દિશા બદલાતા વાતાવરણ સૂકું રહેશે તો રાજ્યમાં મોડી રાત્રે લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો હોવાની વાત પણ સામે આવી છે. જાણો કયાં કેટલું નોંધાયું તાપમાન અમદાવાદ 22 ડિગ્રી, ગાંધીનગર 21 ડિગ્રી,વડોદરા 21 ડિગ્રી,કચ્છ 20 ડિગ્રી,સુરત 23 ડિગ્રી ,ભાવનગર 24 ડિગ્રી,રાજકોટ અને અમરેલી 22 ડિગ્રી તાપમાન નોંધાયું છે.બેવડી ઋતુની વચ્ચે મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી રહેશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 3.2 ડિગ્રી વધ્યું અમદાવાદમાં ગરમીએ 14 વર્ષનો રેકોર્ડબ્રેક કર્યો છે.અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું છે જયારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું છે.વર્ષ 2010-2023માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આ વર્ષે 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે અને લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે,વરસાદને લઈ હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી,એટલે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતાઓ સેવાઈ નથી ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીની જગ્યાએ ભીષણ ગરમીનો અનુભવ થશે. 11 જિલ્લાઓમાં 37થી વધુ ડિગ્રી તાપમાન રહેશે. કંડલામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ડીસા, ભુજ અને રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3.2 ડિગ્રી તાપમાન વધુ છે. સુરેન્દ્રનગરમાં 38, મહુવામાં 37.8 ડિગ્રી તાપમાન જ્યારે અમરેલી, ગાંધીનગર, વડોદરામાં 37થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે. વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.  

Gujarat Weather : શહેરીજનો ગરમીથી શેકાવા રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી મોટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે,રાજ્યમાં બેવડી ઋતુનો વર્તારો સર્જાશે,સવારના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે તો બપોરે મહત્તમ તાપમાન 36 થી 37 ડિગ્રીએ પહોંચ્યું છે,હજી 7 દિવસ સુધી બેવડી ઋતુની અસર રહેશે જેમાં પવનોની દિશા બદલાતા વાતાવરણ સૂકું રહેશે તો રાજ્યમાં મોડી રાત્રે લઘુતમ તાપમાનનો પારો ગગળ્યો હોવાની વાત પણ સામે આવી છે.

જાણો કયાં કેટલું નોંધાયું તાપમાન

અમદાવાદ 22 ડિગ્રી, ગાંધીનગર 21 ડિગ્રી,વડોદરા 21 ડિગ્રી,કચ્છ 20 ડિગ્રી,સુરત 23 ડિગ્રી ,ભાવનગર 24 ડિગ્રી,રાજકોટ અને અમરેલી 22 ડિગ્રી તાપમાન નોંધાયું છે.બેવડી ઋતુની વચ્ચે મહત્તમ તાપમાન 37 થી 38 ડિગ્રી રહેશે.

અમદાવાદનું મહત્તમ તાપમાન 3.2 ડિગ્રી વધ્યું

અમદાવાદમાં ગરમીએ 14 વર્ષનો રેકોર્ડબ્રેક કર્યો છે.અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોંધાયું છે જયારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું છે.વર્ષ 2010-2023માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આ વર્ષે 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે અને લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે,વરસાદને લઈ હવામાન વિભાગે કોઈ આગાહી કરી નથી,એટલે ખેડૂતો માટે રાહતના સમાચાર છે.

હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ શક્યતાઓ સેવાઈ નથી

ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. ત્યારે હવે ગુજરાતમાં શિયાળાની ધીમી શરુઆત થઈ છે. રાજ્યમાં ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ઠંડીની જગ્યાએ ભીષણ ગરમીનો અનુભવ થશે. 11 જિલ્લાઓમાં 37થી વધુ ડિગ્રી તાપમાન રહેશે. કંડલામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ડીસા, ભુજ અને રાજકોટમાં 39 ડિગ્રી તાપમાન રહેશે. અમદાવાદમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 3.2 ડિગ્રી તાપમાન વધુ છે. સુરેન્દ્રનગરમાં 38, મહુવામાં 37.8 ડિગ્રી તાપમાન જ્યારે અમરેલી, ગાંધીનગર, વડોદરામાં 37થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

વર્ષ 2027માં ગરમી અને ચક્રવાતનું પ્રમાણ વધશે : અંબાલાલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વર્ષ 2027માં શું થઈ શકે છે તેને લઈ આગાહી કરી છે,અંબાલાલનું માનવું છે કે,ક્લાઈમેટ ચેન્જની ગંભીર અસરો હવામાનમાં દેખાશે જેને લઈ વાતાવરણ કોઈ પણ સમયે બદલાઈ શકે છે સાથે સાથે જો આ વાતાવરણની સિસ્ટમથી બચવું હોય તો,લોકોમાં કલાઈમેટ ચેન્જને લઈ જાગૃતતા લાવવી જરૂરી છે.જો કલાઈમેટને લઈ જાગૃતતા નહી આવે તો કોઈ પણ સમયે કઈ પણ થઈ શકે છે.