Gujarat Weather: આગામી સાત દિવસ છુટાછવાયા વરસાદની આગાહી, ચોમાસાના કોઈ એંધાણ નહીં

Jun 21, 2026 - 15:00
Gujarat Weather: આગામી સાત દિવસ છુટાછવાયા વરસાદની આગાહી, ચોમાસાના કોઈ એંધાણ નહીં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં પવનની ગતિમાં નોંધપાત્ર ફેરફાર થવા જઈ રહ્યો છે જેને કારણે અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા પવનો સક્રિય થશે.આ સિસ્ટમના કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ ખાબકશે. રાજ્યમાં ચોમાસુ ક્યારે આવશે તેના ચોક્કસ એંધાણ કહી શકાય એમ નથી. 

અમદાવાદ અને આણંદમાં પણ વરસાદની શક્યતાઓ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું હતું કે, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજુ પણ યથાવત છે. ચોમાસાના આગમનના હજુ કોઈ એંધાણ નથી. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને છોટા ઉદેપુરમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ અને આણંદમાં પણ વરસાદની શક્યતાઓ છે. ચોમાસુ 23 જૂને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પહોંચી શકે છે.  

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજુ પણ યથાવત 

આગામી દિવસોમાં પવનની ગતિમાં અચાનક મોટો વધારો થવાની શક્યતાને જોતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વલસાડ, નવસારી, સુરત, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા અને પોરબંદરના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આશંકા છે.આ સ્થિતિમાં દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે જેથી તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરવામાં આવી છે.જે માછીમારો મધ્ય દરિયામાં છે તેમને પણ ડિજિટલ વાયરલેસ સિસ્ટમ દ્વારા નજીકના બંદર પર પરત ફરી જવા સંદેશા મોકલાયા છે.

આ પણ વાંચોઃ godhra: ગોધરાથી કામ પતાવી ખુશી-ખુશી પરત ફરી રહેલા પરિવારને કાળ આંબી ગયો, 2ના મોત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0