Gujarat Weather: અંબાલાલ પટેલની આગાહી, 20 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી પહોંચશે

Apr 10, 2026 - 12:00
Gujarat Weather: અંબાલાલ પટેલની આગાહી, 20 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી પહોંચશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવનો ફૂંકાશે. તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થશે.અમદાવાદમાં 35.7, ડીસામાં 37.1, અમરેલીમાં 36.1, રાજકોટમાં 37.1, કંડલામાં 36.2, ગાંધીનગર માં 35.4, વડોદરામાં 35.2, ભુજમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 15 એપ્રિલ સુધી ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે.

મધ્ય ગુજરાતમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 15 એપ્રિલ સુધી ગરમીનો પ્રકોપ વધવાની આગાહી કરી છે. 20 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી પહોંચશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચશે. કેટલાક વિસ્તારોમાં 42થી 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ગરમીમાં વધારો થશે.

કેટલાક વિસ્તારોમાં લૂનો પ્રભાવ જોવા મળી શકે

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40થી 41 ડિગ્રી રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 36 ડિગ્રી રહેશે. વલસાડ વિસ્તારમાં તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેશે. કેટલાક વિસ્તારોમાં લૂનો પ્રભાવ જોવા મળી શકે છે.


આ પણ વાંચોઃ Surat News: બપોરે આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી અને સાંજે પ્રીતિ સાદડિયાએ રાજીનામું આપ્યું


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0