Gujarat-Rajasthan Bordar પર 60થી વધુ લોકોના ટોળાએ મચાવ્યો આતંક, કર્યુ ફાયરિંગ
ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા પોશીનાના કાંલીકાર ગામે ફાયરિંગની ઘટનાફાયરિંગ ઘટના બનવાથી સ્થાનિકો ફળીયુ છોડી ભાગી ગયા બે બળદ ઉપર ફાયરિંગ કર્યું હોવાની મળી માહિતી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર ફાયરિંગની ઘટના બની હોવાની જાણકારી સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના પોશીનાના કાંલીકાર ગામના ઉપલી ગવરી ઘાટ ફળીયામાં અચાનક રાજસ્થાનથી આવેલા 60થી વધુ લોકોએ અંગત અદાવતના કારણે ફાયરિંગ કર્યુ હોવાની ચર્ચા છે. ફાયરિંગ અંગત અદાવતના કારણે કરવામાં આવ્યું હોવાની શંકા તમને જણાવી દઈએ કે રાજસ્થાનથી આવેલા 60થી વધુ લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો અને આ ફાયરિંગ અંગત અદાવતના કારણે કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ફાયરિંગની ઘટનાના કારણે ફળીયામાં રહેતા લોકો ડરના મારે ફળીયું છોડીને ભાગી ગયા હતા. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે રવાના ત્યારે આ ટોળાએ બે બળદ ઉપર ફાયરિંગ કરવાના સમાચાર મળી રહ્યા છે, ત્યારે હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો રવાના થયો છે અને સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે. વાપીના શાંતિ કોમ્પલેક્ષમાં બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના થોડા દિવસ અગાઉ જ વલસાડ જિલ્લાના વાપીમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. વાપીના શાંતિ કોમ્પલેક્ષમાં જમીનના મામલે કોઈ બબાલ થઈ હતી અને આ કારણે 2થી 3 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની ઘટના બની હતી. ત્યારે અચાનક થયેલા ફાયરિંગના અવાજથી સમગ્ર કોમ્પલેક્ષમાં અફરાતરફી મચી હતી અને ઘટના અંગેની જાણકારી પોલીસને થતાં જ વાપી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો અને ફાયરિંગની ઘટનાને લઈને તપાસ શરૂ કરી હતી. બાવળામાં પણ બની હતી ફાયરિંગની ઘટના ઉલ્લેખનીય છે કે 20 દિવસ અગાઉ જ અમદાવાદના બાવળા નજીક આવેલા અમિપુર ગામમાં પણ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને આ દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ થયુ હતું. ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ક્રોસ ફરિયાદ કરી હતી અને ડેપ્યુટી સરપંચ સહિત 18 આરોપીની ધરપકડ કરીને તેમની સામે વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા પોશીનાના કાંલીકાર ગામે ફાયરિંગની ઘટના
- ફાયરિંગ ઘટના બનવાથી સ્થાનિકો ફળીયુ છોડી ભાગી ગયા
- બે બળદ ઉપર ફાયરિંગ કર્યું હોવાની મળી માહિતી
ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર ફાયરિંગની ઘટના બની હોવાની જાણકારી સામે આવી છે. સાબરકાંઠા જિલ્લાના પોશીનાના કાંલીકાર ગામના ઉપલી ગવરી ઘાટ ફળીયામાં અચાનક રાજસ્થાનથી આવેલા 60થી વધુ લોકોએ અંગત અદાવતના કારણે ફાયરિંગ કર્યુ હોવાની ચર્ચા છે.
ફાયરિંગ અંગત અદાવતના કારણે કરવામાં આવ્યું હોવાની શંકા
તમને જણાવી દઈએ કે રાજસ્થાનથી આવેલા 60થી વધુ લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો અને આ ફાયરિંગ અંગત અદાવતના કારણે કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ફાયરિંગની ઘટનાના કારણે ફળીયામાં રહેતા લોકો ડરના મારે ફળીયું છોડીને ભાગી ગયા હતા.
મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે રવાના
ત્યારે આ ટોળાએ બે બળદ ઉપર ફાયરિંગ કરવાના સમાચાર મળી રહ્યા છે, ત્યારે હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો રવાના થયો છે અને સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી છે.
વાપીના શાંતિ કોમ્પલેક્ષમાં બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટના
થોડા દિવસ અગાઉ જ વલસાડ જિલ્લાના વાપીમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. વાપીના શાંતિ કોમ્પલેક્ષમાં જમીનના મામલે કોઈ બબાલ થઈ હતી અને આ કારણે 2થી 3 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની ઘટના બની હતી. ત્યારે અચાનક થયેલા ફાયરિંગના અવાજથી સમગ્ર કોમ્પલેક્ષમાં અફરાતરફી મચી હતી અને ઘટના અંગેની જાણકારી પોલીસને થતાં જ વાપી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો અને ફાયરિંગની ઘટનાને લઈને તપાસ શરૂ કરી હતી.
બાવળામાં પણ બની હતી ફાયરિંગની ઘટના
ઉલ્લેખનીય છે કે 20 દિવસ અગાઉ જ અમદાવાદના બાવળા નજીક આવેલા અમિપુર ગામમાં પણ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને આ દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ થયુ હતું. ત્યારે આ સમગ્ર મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ક્રોસ ફરિયાદ કરી હતી અને ડેપ્યુટી સરપંચ સહિત 18 આરોપીની ધરપકડ કરીને તેમની સામે વધુ કાર્યવાહી શરૂ કરી હતી.