Gujarat Rains: રાજ્યના 237 તાલુકામાં વરસ્યો વરસાદ, અનેક શહેરમાં જળબંબાકારની સ્થિતિ

સાંજના 6 વાગ્યા સુધી 237 તાલુકામાં વરસ્યો વરસાદસૌથી વધુ પાદરામાં 11 ઈંચ, બોરસદ અને વડોદરામાં સાડા 10 ઈંચ વરસાદ 96 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ આજે વહેલી સવારથી જ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 237 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ પાદરામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના બોરસદ-વડોદરામાં સાડા 10 ઈંચ વરસાદ આ સાથે જ રાજ્યના બોરસદ-વડોદરામાં સાડા 10 ઈંચ વરસાદ, આણંદ, નડિયાદ અને મોરવાહડફ, ખંભાતમાં સવા આઠ ઈંચ વરસાદ, તારાપુર, વસો, નખત્રાણામાં સાત ઈંચથી વધુ વરસાદ, સોજીત્રા, પેટલાદ, ગોધરામાં છ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે સાત તાલુકામાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ 10 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે. 96 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો ત્યારે રાજ્યમાં 17 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ, 39 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ, 50 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 96 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે વડોદરા, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, અમદાવાદ, કચ્છ, ખેડા, નડિયાદ, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર અને વઢવાણમાં ભારે વરસાદ વરસ્યો છે. આણંદના તારાપુરમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકાર આજે સવારે આઠથી બે વાગ્યા સુધી આણંદના તારાપુરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તારાપુર શહેરને જોડતા મોરજ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આંબલીયારા, મોરજ, મહિયારી સહિતના ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે અને સવારથી વરસાદ ચાલુ હોય અવિરત વરસાદથી ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ત્યારે આણંદના બોરસદમાં પણ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાસ અમિયદ પાસે ઘૂંટણસમાં પાણી ભરાય ગયા છે. ખેડૂતોની 1500 વીઘા જમીનમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 

Gujarat Rains: રાજ્યના 237 તાલુકામાં વરસ્યો વરસાદ, અનેક શહેરમાં જળબંબાકારની સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાંજના 6 વાગ્યા સુધી 237 તાલુકામાં વરસ્યો વરસાદ
  • સૌથી વધુ પાદરામાં 11 ઈંચ, બોરસદ અને વડોદરામાં સાડા 10 ઈંચ વરસાદ
  • 96 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ

આજે વહેલી સવારથી જ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 237 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ પાદરામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજ્યના બોરસદ-વડોદરામાં સાડા 10 ઈંચ વરસાદ

આ સાથે જ રાજ્યના બોરસદ-વડોદરામાં સાડા 10 ઈંચ વરસાદ, આણંદ, નડિયાદ અને મોરવાહડફ, ખંભાતમાં સવા આઠ ઈંચ વરસાદ, તારાપુર, વસો, નખત્રાણામાં સાત ઈંચથી વધુ વરસાદ, સોજીત્રા, પેટલાદ, ગોધરામાં છ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે સાત તાલુકામાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે જ 10 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ રાજ્યમાં નોંધાયો છે.

96 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો

ત્યારે રાજ્યમાં 17 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ, 39 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ, 50 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 96 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે વડોદરા, સુરત, વલસાડ, નવસારી, ભરૂચ, અમદાવાદ, કચ્છ, ખેડા, નડિયાદ, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર અને વઢવાણમાં ભારે વરસાદ વરસ્યો છે.

આણંદના તારાપુરમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકાર

આજે સવારે આઠથી બે વાગ્યા સુધી આણંદના તારાપુરમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. તારાપુર શહેરને જોડતા મોરજ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આંબલીયારા, મોરજ, મહિયારી સહિતના ગામડાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા છે અને સવારથી વરસાદ ચાલુ હોય અવિરત વરસાદથી ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ત્યારે આણંદના બોરસદમાં પણ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાસ અમિયદ પાસે ઘૂંટણસમાં પાણી ભરાય ગયા છે. ખેડૂતોની 1500 વીઘા જમીનમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.