Gujarat Rains: ભાવનગર-અમદાવાદ હાઈવે કરાયો બંધ, આ રસ્તો ઉપયોગ કરવા સૂચના
કાળુભાર નદી બે કાંઠે થતાં ભાવનગર-અમદાવાદ હાઈવે બંધ કરવામાં આવ્યોઉમરાળા અને વલ્લભીપુરના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા વાહન ચાલકોને રંઘોળા, સિહોર ડાયવર્ટ કરવામાં આવ્યા રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક રોડ રસ્તાઓ અવર જવર કરવા માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ભાવનગર અને વલ્લભીપુર વચ્ચે કાળુભાર નદી બે કાંઠે થતાં ભાવનગર-અમદાવાદ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કાળુભાર નદી પરના પુલ ઉપરથી પાણી વહેવા લાગતા સાવચેતીના ભાગરૂપે હાઈવે બંધ કરાયો ઉપર વાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ ગઈકાલે જ કાળુભાર નદીના ડેમના 4 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા હતા. જેના કારણે કાળુભાર નદી પટ નજીકના ઉમરાળા અને વલ્લભીપુરના અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેને લઈ આજે પાણીનું સ્તર ભયજનક સ્થિતિમાં વધતા ભાવનગર વલ્લભીપુર વચ્ચે આવેલી કાળુભાર નદી પરના પુલ ઉપરથી પાણી વહેવા લાગતા સાવચેતીના ભાગરૂપે આ રોડ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વલ્લભીપુરથી પસાર થતાં વાહન ચાલકોને રંઘોળા, સિહોર ઉપરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જામનગર-પોરબંદર હાઈવે પણ વરસાદી પાણીમાં ગરકાવ જામનગર-પોરબંદર હાઈવે પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઈવે પર આવેલી ચેકપોસ્ટ પાણીમાં ગરકાવ થઈ છે. ત્યારે લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, નાના બાળકો સાથે લોકો પસાર થઈ રહ્યા છે. તેમાં હાઈવે પર કમર સુધીના પાણી ભરાયા છે. દ્વારકામાં આવેલા ખોડિયાર માતાજી મંદિર પાસે આવેલી ચેકપોસ્ટથી જામનગર પોરબંદર મુખ્ય હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાલનપુરમાં ગોબરી બ્રિજનો રોડ કાગળની જેમ ધોવાયો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 2થી 3 ઈંચ વરસાદમાં જ ગોબરી બ્રિજનો રોડ ધોવાયો છે. રોડ પર ઠેર ઠેર 2-3 ફૂટ ઊંડા અને મોટા મોટા ખાડા પડી જતા ગમે તે સમયે અહીં અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે. સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ જતાં કોન્ટ્રાકટરની હલકી ગુણવત્તા વાળી કામગીરીની પોલ વરસાદે ખુલી પાડી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કાળુભાર નદી બે કાંઠે થતાં ભાવનગર-અમદાવાદ હાઈવે બંધ કરવામાં આવ્યો
- ઉમરાળા અને વલ્લભીપુરના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા
- વાહન ચાલકોને રંઘોળા, સિહોર ડાયવર્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક રોડ રસ્તાઓ અવર જવર કરવા માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ભાવનગર અને વલ્લભીપુર વચ્ચે કાળુભાર નદી બે કાંઠે થતાં ભાવનગર-અમદાવાદ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે.
કાળુભાર નદી પરના પુલ ઉપરથી પાણી વહેવા લાગતા સાવચેતીના ભાગરૂપે હાઈવે બંધ કરાયો
ઉપર વાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ ગઈકાલે જ કાળુભાર નદીના ડેમના 4 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા હતા. જેના કારણે કાળુભાર નદી પટ નજીકના ઉમરાળા અને વલ્લભીપુરના અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેને લઈ આજે પાણીનું સ્તર ભયજનક સ્થિતિમાં વધતા ભાવનગર વલ્લભીપુર વચ્ચે આવેલી કાળુભાર નદી પરના પુલ ઉપરથી પાણી વહેવા લાગતા સાવચેતીના ભાગરૂપે આ રોડ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વલ્લભીપુરથી પસાર થતાં વાહન ચાલકોને રંઘોળા, સિહોર ઉપરથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
જામનગર-પોરબંદર હાઈવે પણ વરસાદી પાણીમાં ગરકાવ
જામનગર-પોરબંદર હાઈવે પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાઈવે પર આવેલી ચેકપોસ્ટ પાણીમાં ગરકાવ થઈ છે. ત્યારે લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, નાના બાળકો સાથે લોકો પસાર થઈ રહ્યા છે. તેમાં હાઈવે પર કમર સુધીના પાણી ભરાયા છે. દ્વારકામાં આવેલા ખોડિયાર માતાજી મંદિર પાસે આવેલી ચેકપોસ્ટથી જામનગર પોરબંદર મુખ્ય હાઈવે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
પાલનપુરમાં ગોબરી બ્રિજનો રોડ કાગળની જેમ ધોવાયો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 2થી 3 ઈંચ વરસાદમાં જ ગોબરી બ્રિજનો રોડ ધોવાયો છે. રોડ પર ઠેર ઠેર 2-3 ફૂટ ઊંડા અને મોટા મોટા ખાડા પડી જતા ગમે તે સમયે અહીં અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે. સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ જતાં કોન્ટ્રાકટરની હલકી ગુણવત્તા વાળી કામગીરીની પોલ વરસાદે ખુલી પાડી છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.