Gujarat Rain: રાજ્યના ચોમાસાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા
ગુજરાત રાજ્યના ચોમાસાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ચોમાસાએ કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે. તેમાં કચ્છ અને રાજસ્થાનના કેટલાક ભાગમાં વિદાય થઇ છે. 17 સપ્ટેમ્બરથી ચોમાસું વીધીવત વિદાય લેવાની શરૂઆત કરશે. બીજી તરફ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ રહેશે પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ રહેશે. તેમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટીથી પવન સાથે વરસાદ રહેશે. જેમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગરમીના મહાલો બાદ વરસાદ પડતા શહેરમાં ઠંડક પ્રસરી છે. જ્યારે 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખુલ્લા આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં ચિખોદરા, વઘાસી, ગામડી, ગોપાલપુરા, મોગર, આણંદ, વિદ્યાનગર વિસ્તારમાં વરસાદ છે. તેમજ આંકલાવ, બોરસદ ,પેટલાદ, ખંભાત, ઉમરેઠમાં વરસાદ પડ્યો છે. તેમજ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. તેમાં નર્મદા ડેમની જળસપાટી 138.26 મીટરે પહોંચી છે. તથા ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેમીનો વધારો થયો છે. સીઝનમાં પ્રથમવાર સપાટી 138 મીટરને પાર ગઇ છે. મહત્તમ સપાટી પર પહોંચા માત્ર 42 સેમી બાકી છે. ઉપરવાસમાંથી પાણીની આવક 49981 ક્યુસેક છે. નર્મદા નદીમાં પાણીની જાવક 81140 ક્યુસેક છે. નર્મદા ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખુલ્લા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યના ચોમાસાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ચોમાસાએ કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે. તેમાં કચ્છ અને રાજસ્થાનના કેટલાક ભાગમાં વિદાય થઇ છે. 17 સપ્ટેમ્બરથી ચોમાસું વીધીવત વિદાય લેવાની શરૂઆત કરશે. બીજી તરફ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ રહેશે
પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ રહેશે. તેમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટીથી પવન સાથે વરસાદ રહેશે. જેમાં 30થી 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગરમીના મહાલો બાદ વરસાદ પડતા શહેરમાં ઠંડક પ્રસરી છે. જ્યારે 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નર્મદા ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખુલ્લા
આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં ચિખોદરા, વઘાસી, ગામડી, ગોપાલપુરા, મોગર, આણંદ, વિદ્યાનગર વિસ્તારમાં વરસાદ છે. તેમજ આંકલાવ, બોરસદ ,પેટલાદ, ખંભાત, ઉમરેઠમાં વરસાદ પડ્યો છે. તેમજ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. તેમાં નર્મદા ડેમની જળસપાટી 138.26 મીટરે પહોંચી છે. તથા ડેમની સપાટીમાં 24 કલાકમાં 24 સેમીનો વધારો થયો છે. સીઝનમાં પ્રથમવાર સપાટી 138 મીટરને પાર ગઇ છે. મહત્તમ સપાટી પર પહોંચા માત્ર 42 સેમી બાકી છે. ઉપરવાસમાંથી પાણીની આવક 49981 ક્યુસેક છે. નર્મદા નદીમાં પાણીની જાવક 81140 ક્યુસેક છે. નર્મદા ડેમના કુલ 5 દરવાજા 0.77 મીટર ખુલ્લા છે.