Gujarat Rain: જામખંભાળિયામાં ભારે વરસાદને પગલે જર્જરિત મકાન ધરાશાયી

રાજડા રોડ પર આવેલું મકાન થયું ધરાશાયી મકાન ખાલી હોવાથી કોઈ જાનહાની થઈ નથી જામનગરમાં 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જામનગરના જામખંભાળીયામાં ભારે વરસાદને લઈને અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જામખંભાળિયામાં આવેલ એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. સદનસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાની ટળી છે. મકાન ઘણાં સમયથી જર્જરીત હતું. જામ ખંભાળીયા શહેરમાં રાજડા રોડ પર આવેલ જર્જરિત મકાન ધરાશાયી થયું છે. જર્જરિત મકાન ખાલી હોવાથી સદનસીબે જાન હાની ટળી હતી. જામ ખંભાળીયામાં ભારે વરસાદને કારણે વધુ એક જર્જરિત મકાન ધરાશાઇ થયું છે. જામ ખંભાળીયા તાલુકામાં 15 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સતત વરસાદને પગલે ઘી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નદીના પટમાં અવર-જવર ન કરવા કલેકટરે અપીલ કરી હતી. ભારે વરસાદને કારણે જામનગર હાઈ-વે બંધ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં ચારેકોર મેઘ તાંડવના દૃશ્યો સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને જામનગરમાં છેલ્લા 3 દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખંભાળિયા અને જામનગર હાઈ-વે બંધ કરવામાં આવ્યો હતો.

Gujarat Rain: જામખંભાળિયામાં ભારે વરસાદને પગલે જર્જરિત મકાન ધરાશાયી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજડા રોડ પર આવેલું મકાન થયું ધરાશાયી
  • મકાન ખાલી હોવાથી કોઈ જાનહાની થઈ નથી
  • જામનગરમાં 3 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે

જામનગરના જામખંભાળીયામાં ભારે વરસાદને લઈને અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જામખંભાળિયામાં આવેલ એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે. સદનસીબે મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાની ટળી છે. મકાન ઘણાં સમયથી જર્જરીત હતું.

જામ ખંભાળીયા શહેરમાં રાજડા રોડ પર આવેલ જર્જરિત મકાન ધરાશાયી થયું છે. જર્જરિત મકાન ખાલી હોવાથી સદનસીબે જાન હાની ટળી હતી. જામ ખંભાળીયામાં ભારે વરસાદને કારણે વધુ એક જર્જરિત મકાન ધરાશાઇ થયું છે. જામ ખંભાળીયા તાલુકામાં 15 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સતત વરસાદને પગલે ઘી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. નદીના પટમાં અવર-જવર ન કરવા કલેકટરે અપીલ કરી હતી.

ભારે વરસાદને કારણે જામનગર હાઈ-વે બંધ કરવામાં આવ્યો હતો

ગુજરાતમાં ચારેકોર મેઘ તાંડવના દૃશ્યો સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર, જામનગર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને જામનગરમાં છેલ્લા 3 દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ખંભાળિયા અને જામનગર હાઈ-વે બંધ કરવામાં આવ્યો હતો.