Gujarat Police: ભાડૂઆત નોંધણી અંગે રાજ્યભરમાં ડ્રાઈવ, 2515 ભાડૂઆતો સામે કાર્યવાહી
રાજ્યભરમાં 13 થી 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા ભાડૂઆત નોંધણીની ડ્રાઇવ યોજવામાં આવી. જેમાં છેલ્લા એક સપ્તાહમાં 30,305 ભાડૂઆતોને ચેક કરવામાં આવ્યા. તેમજ નિયમોનું પાલન નહીં કરનાર 2,515 ભાડૂઆતો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. ઈન્ચાર્જ રાજ્ય પોલીસ વડા ડૉ. શમશેરસિંઘનાઓની સુચના અનુસાર ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ભાડુઆત નોંધણી અંગે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ તા. 13 થી તા. 27 ઓક્ટોબર સુધી નિર્ધારીત કરવામાં આવેલ છે. ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી રાજ્યમાં ગુનાઓ બનતા અટકે જેના થકી રાજ્યમાં સલામત અને સુરક્ષિત વાતાવરણનું નિર્માણ થાય તે ગુજરાત પોલીસની આ વિશેષ ઝુંબેશનો હેતુ છે. પોલીસ દ્વારા શરુ કરાયેલી આ ભાડુઆત નોંધણી અંગેની ખાસ ઝુંબેશ હેઠળ પોલીસ દ્વારા ભાડુઆત નોંધણી અંગે ઘેર-ઘેર જઈને તપાસ કરવામાં આવી રહેલ છે.ગુજરાત પોલીસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી જાહેર જનતાને ભાડુઆત નોંધણીના નિયમોનું ચુસ્ત પાલન કરવા વાકેફ કરવામાં આવેલ છે. નાગરિકોએ ભાડુઆત નોંધણી માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. તેઓ ગુજરાત સિટીઝન ફસ્ટર એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકે છે. આ ખાસ ઝુંબેશ દરમિયાન પોલીસ દ્વારા ભાડુઆતોની કે મકાન માલિકોની ખોટી રીતે કનડગત કે હેરાનગતિ ન થાય તેમજ પોલીસ કાર્યવાહીમાં પુરતો શિષ્ટાચાર જળવાઈ રહે તે માટે તમામ એકમોના પોલીસ વડાઓને રાજ્ય પોલીસ વડાઓએ જરૂરી તકેદારી તથા સુપરવિઝન રાખવા સુચના આપેલ છે. મકાન ભાડે રાખી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા કેટલાક ગુનેગારોની અગાઉ ધરપકડ કરાઈ છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાડાના મકાન કે અન્ય પ્રોપર્ટીનો ઉપયોગ થતો હોય જેને અટકાવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા ભાડુઆતની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ ખાસ ઝુંબેશ દરમિયાન તા. 13 થી 18-10-2024 સુધીમાં મકાન ભાડુઆત ચેકીંગ દરમિયાન રાજ્યમાં કુલ 30,305 ભાડુઆતોને ચેક કરવામાં આવેલ છે. જેમાંથી નોંધણીના નિયમોનું પાલન નહીં કરનારા કુલ 2515 ભાડુઆતો / માલિકો વિરૂદ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેર 121, સુરત શહેર 192, વડોદરા શહેર 112, રાજકોટ શહેર 90, અમદાવાદ રેન્જ-322, ગાંધીનગર રેન્જ-112, વડોદરા રેન્જ- 490, પંચમહાલ રેન્જ-101, સુરત રેન્જ-527, રાજકોટ રેન્જ-236, જૂનાગઢ રેન્જ-37, ભાવનગર રેન્જ-10 અને સરહદી રેન્જ-165 ભાડુઆતો / માલિકોનો સમાવેશ થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યભરમાં 13 થી 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા ભાડૂઆત નોંધણીની ડ્રાઇવ યોજવામાં આવી. જેમાં છેલ્લા એક સપ્તાહમાં 30,305 ભાડૂઆતોને ચેક કરવામાં આવ્યા. તેમજ નિયમોનું પાલન નહીં કરનાર 2,515 ભાડૂઆતો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.
ઈન્ચાર્જ રાજ્ય પોલીસ વડા ડૉ. શમશેરસિંઘનાઓની સુચના અનુસાર ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ભાડુઆત નોંધણી અંગે એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ તા. 13 થી તા. 27 ઓક્ટોબર સુધી નિર્ધારીત કરવામાં આવેલ છે. ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી રાજ્યમાં ગુનાઓ બનતા અટકે જેના થકી રાજ્યમાં સલામત અને સુરક્ષિત વાતાવરણનું નિર્માણ થાય તે ગુજરાત પોલીસની આ વિશેષ ઝુંબેશનો હેતુ છે. પોલીસ દ્વારા શરુ કરાયેલી આ ભાડુઆત નોંધણી અંગેની ખાસ ઝુંબેશ હેઠળ પોલીસ દ્વારા ભાડુઆત નોંધણી અંગે ઘેર-ઘેર જઈને તપાસ કરવામાં આવી રહેલ છે.
ગુજરાત પોલીસ દ્વારા આ મામલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી જાહેર જનતાને ભાડુઆત નોંધણીના નિયમોનું ચુસ્ત પાલન કરવા વાકેફ કરવામાં આવેલ છે. નાગરિકોએ ભાડુઆત નોંધણી માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. તેઓ ગુજરાત સિટીઝન ફસ્ટર એપ મારફતે ઘરે બેઠાં સરળતાથી ઓનલાઈન કરી શકે છે. આ ખાસ ઝુંબેશ દરમિયાન પોલીસ દ્વારા ભાડુઆતોની કે મકાન માલિકોની ખોટી રીતે કનડગત કે હેરાનગતિ ન થાય તેમજ પોલીસ કાર્યવાહીમાં પુરતો શિષ્ટાચાર જળવાઈ રહે તે માટે તમામ એકમોના પોલીસ વડાઓને રાજ્ય પોલીસ વડાઓએ જરૂરી તકેદારી તથા સુપરવિઝન રાખવા સુચના આપેલ છે.
મકાન ભાડે રાખી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા કેટલાક ગુનેગારોની અગાઉ ધરપકડ કરાઈ છે. ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાડાના મકાન કે અન્ય પ્રોપર્ટીનો ઉપયોગ થતો હોય જેને અટકાવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ રાખવા ભાડુઆતની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ ખાસ ઝુંબેશ દરમિયાન તા. 13 થી 18-10-2024 સુધીમાં મકાન ભાડુઆત ચેકીંગ દરમિયાન રાજ્યમાં કુલ 30,305 ભાડુઆતોને ચેક કરવામાં આવેલ છે. જેમાંથી નોંધણીના નિયમોનું પાલન નહીં કરનારા કુલ 2515 ભાડુઆતો / માલિકો વિરૂદ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં અમદાવાદ શહેર 121, સુરત શહેર 192, વડોદરા શહેર 112, રાજકોટ શહેર 90, અમદાવાદ રેન્જ-322, ગાંધીનગર રેન્જ-112, વડોદરા રેન્જ- 490, પંચમહાલ રેન્જ-101, સુરત રેન્જ-527, રાજકોટ રેન્જ-236, જૂનાગઢ રેન્જ-37, ભાવનગર રેન્જ-10 અને સરહદી રેન્જ-165 ભાડુઆતો / માલિકોનો સમાવેશ થાય છે.