Gujarat News: PNG કનેક્શન લેનારાઓને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, LPGની જરૂરિયાત વાળાની હાલત કફોડી

Apr 5, 2026 - 08:00
Gujarat News: PNG કનેક્શન લેનારાઓને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, LPGની જરૂરિયાત વાળાની હાલત કફોડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજયભરના દરેક જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો છે આગામી સમયમાં જળવાઈ રહે તે માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના એમ.ડી.અવંતિકાસિંઘના અધ્યક્ષસ્થાને સુરતમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં તા.૩૦ જૂન સુધીમાં નવા ડોમેસ્ટીક PNG કનેક્શન લેનાર ગ્રાહકને રૂ.૫૦૦ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરાઈ હતી. બીજી તરફ અમદાવાદમાં LPG સિલિન્ડરની અછતની ઇફેક્ટ સામે આવી છે. LPGના નવા જોડાણ માટેની અરજી સ્વીકારવાનું બંધ કરાયું છે.

LPG સિલિન્ડરની અછતની ઇફેક્ટ સામે આવી

અમદાવાદમાં LPG સિલિન્ડરની અછતની ઇફેક્ટ સામે આવી છે. LPGના નવા જોડાણ માટેની અરજી સ્વીકારવાનું બંધ કરાયું છે. જુની અરજીઓનો નિકાલ ન થતા નવી લેવાનું બંધ કરાયું છે. બુકિંગના 20 દિવસ બાદ પણ ગેસ સિલિન્ડર નથી મળતો.જેમના ઘરે 1 સિલિન્ડર હોય તેમની હાલત કફોડી થઈ છે. પૂર્વ અમદાવાદમાં પરપ્રાંતિય પરિવારોમાં સ્થિતિ કફોડી છે. સિલિન્ડર મોંઘો થતા મજૂરોએ વતનની વાટ પકડી છે. આ માત્ર અમદાવાદ નહીં પણ સુરત સહિતના શહેરોમાં જોવા મળ્યું છે. રાજ્ય સરકાર ભલે પીએનજી કનેક્શન લેનારાને ડિસ્કાઉન્ટ આપે પરંતુ એલપીજી ધારકોની હાલત ખૂબજ ખરાબ હોવાની સ્થિતિ જોવા મળી છે.

પીએનજી ગેસ ધારકો માટે નવી યોજના

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના એમ.ડી.અવંતિકાસિંઘે સુરતમાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, 500 રુપિયાનું ડિસ્કાઉન્ટ કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ ગ્રાહકના પ્રથમ બિલમાં જમા અપાશે.આ સાથે પીએનજી પાઈપલાઈન કનેક્શન માટેની પ્રક્રિયા જે અગાઉ 45 દિવસ લેતી હતી, તેને વધુ સરળ બનાવીને હવે માત્ર 7 દિવસ કરી દેવાઈ છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે,એકલા સુરત શહેરમાં હાલ 15.20 લાખ ડોમેસ્ટિક PNG કનેક્શન કાર્યરત છે.લોકો પર્યાવરણ ફ્રેન્ડલી ગેસનો ઉપયોગ કરે તે હેતુથી રાજયભરના તમામ પીએનજી ગેસ ધારકો માટે નવી યોજના જાહેર કરાઈ છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: પાંચ વર્ષમાં CNGના ભાવમાં 31.41 રૂપિયાનો વધારો ઝીંકાયો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0