Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી જવા રવાના, સંગઠનમા ફેરફાર બાદ વડાપ્રધાન સાથે મહત્વની બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા નિમાયેલા પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી જવા રવાના થયા છે. તેમની સાથે સંગઠન મહામંત્રી પણ દિલ્હી જવા માટે રવાના થયા છે. આ ત્રણેય નેતાઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. સંગઠનમાં ફેરફાર થયા બાદ વડાપ્રધાન સાથે દિલ્હીમાં મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપની નવી ટીમ અંગે પણ ચર્ચાઓ થવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત મંત્રી મંડળમા સંભવિત વિસ્તરણ અંગે પણ ચર્ચાઓ થઈ શકે છે.
મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ દિલ્હી જવા રવાના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષની અચાનક દિલ્હી મુલાકાત અંગે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાથે દોઢ મહિનાના સમયગાળામાં બીજી વખત મુલાકાત કરતાં રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે. રાજ્યમાં છેલ્લા બે મહિના જેટલા સમયથી મંત્રી મંડળમા વિસ્તરણ થવા અંગેની ચર્ચાઓ જામી છે. મુખ્યમંત્રીએ પણ તાજેતરમાં મળેલી કેબિનેટની બેઠક પહેલા મંત્રીઓને કહ્યું હતું કે, હાલ કશું થવાનું નથી બધા કામે લાગી જાઓ.
ત્રણેય નેતાઓ PM મોદી સાથે કરશે મુલાકાત
આ દરમિયાન તેઓ ખુદ દિલ્હી રવાના થયા છે અને તેમની સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી પણ દિલ્હી રવાના થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. દિલ્હી ખાતે તેઓ વડાપ્રધાન મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન સંગઠનમાં નવી ટીમ અંગે ચર્ચાઓ થવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત મંત્રી મંડળના વિસ્તરણ અંગે પણ ચર્ચાઓ થઈ શકે છે. ભાજપના સુત્રોનું કહેવું છે કે, મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ માત્ર રાજકીય નહીં પણ વહિવટી મુદ્દાઓ અંગેની ચર્ચાઓનો પણ હોઈ શકે છે.
What's Your Reaction?






