Gujarat News: વિધાનસભામાં સરકારે સરકારી જમીન પર થયેલા દબાણોના આંકડા રજૂ કર્યા, જાણો પાટણ અને બનાસકાંઠાની સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રની શરૂઆતમા પ્રશ્નોત્તરી કાળમાં સરકારે સવાલોના જવાબો આપ્યા હતાં. ગૃહમાં સરકારી જમીન પર થયેલા દબાણના આંકડા રજૂ કરવામાં આવ્યા હતાં. રાજ્યમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન પર થયેલા દબાણોના આંકડા રજૂ કરવામાં આવ્યા હતાં. પાટણ જિલ્લામાં 18,823 હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં 87723 હેક્ટર જમીન પર દબાણ હોવાનું સરકારે ગૃહમાં સ્વીકાર્યું હતું.
સરકારી જમીન પર દબાણના ગૃહમાં રજૂ થયા આંકડા
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો સરકારે જવાબ આપ્યો હતો. જેમાં સરકારે કહ્યું હતું કે, પાટણ જિલ્લામાં 18,823 હેક્ટર અને બનાસકાંઠા જિલ્લામાં 87723 હેક્ટર જમીન પર દબાણ છે. પાટણ જિલ્લાના 21 ઈસમો સામે દબાણને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના 127 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં માત્ર 43 હેક્ટર જમીન ખાલી કરાવાઈ
પાટણ જિલ્લામાં માત્ર 43 હેક્ટર જમીન ખાલી કરાવાઈ છે. જ્યારે બનાસકાંઠામાં 53 હેક્ટરથી વધુ જમીન ખાલી કરાવાઈ છે. પાટણમાં 1 થી 27 વર્ષથી દબાણ કરનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સરકારી જમીન પર બાંધી દેવામાં આવેલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું અને કરોડોની કિંમતની સરકારી જમીન ખાલી કરાવાઈ હતી.
What's Your Reaction?






