Gujarat Navratri: રાજ્યભરના માતાજીના મંદિરોમાં ભક્તો ભીડ જામી

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થતા રાજ્યભરના માતાજીના મંદિરોમાં ભક્તો ભીડ જામી છે. વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટ્યા છે. પ્રથમ નોરતે મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન થયુ છે. અંબાજી, પાવાગઢ, ચોટિલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. વહેલી સવારથી જ માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા છે. મોટીસંખ્યામાં ભક્તો પાવાગઢ દર્શને ઉમટ્યા છે. વહેલી સવારથી ઉડન ખટોલા શરૂ કરી દેવાયો છે. ચાંપાનેરથી માચી સુધી જવા ST સેવા વધારાઈ છે. તેમજ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસનો બંદોબસ્ત છે. આસોની નવરાત્રિ આવી ગઈ અને મા આધ્ય શક્તિના નોરતાની શરૂઆત થઇ ત્યારે શક્તિપીઠ એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ નવરાત્રિની શરૂઆતના પ્રથમ દિવસે ભક્તોની ભીડ જોવા મળી છે. વહેલી સવારથી ભક્તો પગથિયાં ચઢીને પણ માતાજીના દર્શન માટે દોડ લગાવી આ વર્ષે ખુબજ વરસાદ હોવાથી અને નવરાત્રિ દરમિયાન પણ વરસાદ રહેવાની આગાહીઓ હોવાથી ભક્તોની હાજરી ઓછી રહે એવી શક્યતાઓ વચ્ચે પ્રથમ દિવસે આકાશ સ્વચ્છ અને વરસાદની શક્યતા ના હોઈ નવરાત્રિના પહેલા દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભીડ દેખાવા લાગી છે અને સવારે મંગળા આરતીના દર્શનથી જ ભક્તો પાવાગઢ ડુંગર પર ચઢવાની શરૂઆત કરી દીધી હતી. જોકે આ વર્ષે ઉડન ખટોલા દ્વારા સવારે વહેલા પોતાની સેવા શરૂ કરી દીધી હતી અને વહેલી સવારથી ભક્તો પગથિયાં ચઢીને પણ માતાજીના દર્શન માટે દોડ લગાવી હતી. ખાનગી વાહનો માટે ચાંપાનેરથી માચી સુધી જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો આ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સુંદર વ્યવસ્થા કરવામા આવી છે. જેમા ખાનગી વાહનો માટે ચાંપાનેરથી માચી સુધી જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જેનાથી ટ્રાફિક જામ ના થાય અને ભક્તોને ચાંપાનેરથી માચી સુધી જવા માટે ખાસ એસટી બસના રૂટ પણ વધારી દેવાયા છે. તેમજ ત્યારે કોઈ અનિછનીય ઘટના ના બને તે હેતી ખાસ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Gujarat Navratri: રાજ્યભરના માતાજીના મંદિરોમાં ભક્તો ભીડ જામી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થતા રાજ્યભરના માતાજીના મંદિરોમાં ભક્તો ભીડ જામી છે. વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટ્યા છે. પ્રથમ નોરતે મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન થયુ છે. અંબાજી, પાવાગઢ, ચોટિલા સહિતના મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે.

યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી

આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે. જેમાં યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. વહેલી સવારથી જ માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા છે. મોટીસંખ્યામાં ભક્તો પાવાગઢ દર્શને ઉમટ્યા છે. વહેલી સવારથી ઉડન ખટોલા શરૂ કરી દેવાયો છે. ચાંપાનેરથી માચી સુધી જવા ST સેવા વધારાઈ છે. તેમજ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસનો બંદોબસ્ત છે. આસોની નવરાત્રિ આવી ગઈ અને મા આધ્ય શક્તિના નોરતાની શરૂઆત થઇ ત્યારે શક્તિપીઠ એવા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ નવરાત્રિની શરૂઆતના પ્રથમ દિવસે ભક્તોની ભીડ જોવા મળી છે.

વહેલી સવારથી ભક્તો પગથિયાં ચઢીને પણ માતાજીના દર્શન માટે દોડ લગાવી

આ વર્ષે ખુબજ વરસાદ હોવાથી અને નવરાત્રિ દરમિયાન પણ વરસાદ રહેવાની આગાહીઓ હોવાથી ભક્તોની હાજરી ઓછી રહે એવી શક્યતાઓ વચ્ચે પ્રથમ દિવસે આકાશ સ્વચ્છ અને વરસાદની શક્યતા ના હોઈ નવરાત્રિના પહેલા દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભીડ દેખાવા લાગી છે અને સવારે મંગળા આરતીના દર્શનથી જ ભક્તો પાવાગઢ ડુંગર પર ચઢવાની શરૂઆત કરી દીધી હતી. જોકે આ વર્ષે ઉડન ખટોલા દ્વારા સવારે વહેલા પોતાની સેવા શરૂ કરી દીધી હતી અને વહેલી સવારથી ભક્તો પગથિયાં ચઢીને પણ માતાજીના દર્શન માટે દોડ લગાવી હતી.

ખાનગી વાહનો માટે ચાંપાનેરથી માચી સુધી જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો

આ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સુંદર વ્યવસ્થા કરવામા આવી છે. જેમા ખાનગી વાહનો માટે ચાંપાનેરથી માચી સુધી જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જેનાથી ટ્રાફિક જામ ના થાય અને ભક્તોને ચાંપાનેરથી માચી સુધી જવા માટે ખાસ એસટી બસના રૂટ પણ વધારી દેવાયા છે. તેમજ ત્યારે કોઈ અનિછનીય ઘટના ના બને તે હેતી ખાસ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.