Gujarat Monsoon Assembaly :સત્રના બીજા દિવસે કોંગ્રેસ આક્રમક ? કર્યું વિરોધ પ્રદર્શન

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પ્લે કાર્ડ બતાવી કર્યો વિરોધ પહેલા પ્રશ્નની સાથે જ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ હાલ ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે,તેની વચ્ચે કોંગ્રેસ બે દિવસથી વિરોધ કરી રહી છે,આજે પ્રશ્નોત્તરી કાળ ન હોવાથી કોંગ્રેસે વાંધો ઉઠાવતા હોબાળો થયો હતો.સાથે સાથે ગૌણ સેવા ભરતી, SBRT રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો,સાથે સાથે વિધાનસભા સાર્જટને કાગળો લઈ લેવા અધ્યક્ષે સૂચન કર્યુ હતુ. વિધાનસભાના અધ્યક્ષે શું કહ્યું કોંગ્રેસે વિરોધ કરતા વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે,તમને બોલવાનો સમય આપવામાં આવશે,પ્રશ્નોત્તરી પૂર્ણ થાય પછી પોઇન્ટ ઓફ ઓર્ડર અપાશે.કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં રજૂઆત કરી કે,અમારા 12 પ્રશ્નો હતા એમાંથી એક પણ પ્રશ્ન નથી લીધા,તો અધ્યક્ષે કહ્યું કે,તમારી સંખ્યા ઓછી છે તો સંખ્યા મુજબ પ્રશ્નો આવે.ગઈકાલે પણ કોંગ્રેસે અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ કર્યો હતો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે કોંગ્રેસ વિધાનસભાના પ્રાંગણમાં અલગ-અલગ મુદ્દે વિરોધ કર્યો હતો સાથે દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાયની માગ કરી હતી,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાત્કાલિક યોજવા કોંગ્રેસ માગ કરી છે,સાથે સાથે ગુજરાતમાંથી ડ્રગ્સ અને દારૂની હેરાફેરી અટકાવવા માગ કરાઈ છે,શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સરકાર અમલમાં મૂકે તેવી માગ કરાઈ હતી. ગુજરાત વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસ પૂરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વિરોધ સાથે કોંગ્રેસે ગૃહમાંથી કર્યું હતું વોક આઉટ.સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે મુકી હતી દરખાસ્ત તેની સામે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પ્લે કાર્ડ બતાવી કર્યો વિરોધ.કોંગ્રેસે ગૃહમાં કહ્યું કે પ્રજાના રૂપિયાથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.તો સાથે સાથે કોંગ્રેસના પ્રશ્નો પણ દાખલ કરાતા નથી.સરસ્વતી સાધનાની સાયકલોને લઈ ગૃહમાં જોરદાર હોબાળો થયો છે.

Gujarat Monsoon Assembaly :સત્રના બીજા દિવસે કોંગ્રેસ આક્રમક ? કર્યું વિરોધ પ્રદર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાત વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો
  • વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પ્લે કાર્ડ બતાવી કર્યો વિરોધ
  • પહેલા પ્રશ્નની સાથે જ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

હાલ ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે,તેની વચ્ચે કોંગ્રેસ બે દિવસથી વિરોધ કરી રહી છે,આજે પ્રશ્નોત્તરી કાળ ન હોવાથી કોંગ્રેસે વાંધો ઉઠાવતા હોબાળો થયો હતો.સાથે સાથે ગૌણ સેવા ભરતી, SBRT રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો,સાથે સાથે વિધાનસભા સાર્જટને કાગળો લઈ લેવા અધ્યક્ષે સૂચન કર્યુ હતુ.

વિધાનસભાના અધ્યક્ષે શું કહ્યું

કોંગ્રેસે વિરોધ કરતા વિધાનસભાના અધ્યક્ષે કહ્યું કે,તમને બોલવાનો સમય આપવામાં આવશે,પ્રશ્નોત્તરી પૂર્ણ થાય પછી પોઇન્ટ ઓફ ઓર્ડર અપાશે.કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગૃહમાં રજૂઆત કરી કે,અમારા 12 પ્રશ્નો હતા એમાંથી એક પણ પ્રશ્ન નથી લીધા,તો અધ્યક્ષે કહ્યું કે,તમારી સંખ્યા ઓછી છે તો સંખ્યા મુજબ પ્રશ્નો આવે.

ગઈકાલે પણ કોંગ્રેસે અલગ-અલગ મુદ્દાઓ પર વિરોધ કર્યો હતો

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ આજે કોંગ્રેસ વિધાનસભાના પ્રાંગણમાં અલગ-અલગ મુદ્દે વિરોધ કર્યો હતો સાથે દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાયની માગ કરી હતી,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તાત્કાલિક યોજવા કોંગ્રેસ માગ કરી છે,સાથે સાથે ગુજરાતમાંથી ડ્રગ્સ અને દારૂની હેરાફેરી અટકાવવા માગ કરાઈ છે,શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સરકાર અમલમાં મૂકે તેવી માગ કરાઈ હતી.

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો

કોંગ્રેસના ધારાસભ્યો આજના દિવસ પૂરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વિરોધ સાથે કોંગ્રેસે ગૃહમાંથી કર્યું હતું વોક આઉટ.સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે મુકી હતી દરખાસ્ત તેની સામે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પ્લે કાર્ડ બતાવી કર્યો વિરોધ.કોંગ્રેસે ગૃહમાં કહ્યું કે પ્રજાના રૂપિયાથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.તો સાથે સાથે કોંગ્રેસના પ્રશ્નો પણ દાખલ કરાતા નથી.સરસ્વતી સાધનાની સાયકલોને લઈ ગૃહમાં જોરદાર હોબાળો થયો છે.