Gujarat Cabinet Expansion : દાદાના મંત્રીમંડળમાં જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાનુ સ્થાન નક્કી

Oct 17, 2025 - 11:00
Gujarat Cabinet Expansion : દાદાના મંત્રીમંડળમાં જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાનુ સ્થાન નક્કી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરના ધારાસભ્ય રીવાબાનુ નામ દાદાના મંત્રીમંડળમાં સ્થાન નક્કી થઇ ચૂક્યુ છે. તેમને મંત્રી પદ માટે ફોન આવી ચૂક્યો છે. એટલે કે જામનનગરનુ ગૌરવ હવે દાદાની નવી ટીમમાં સ્થાન લેશે. રીવાબા જાડેજા આડે એટલે કે 17 ઓક્ટોબરે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે નવુ મંત્રીમંડળ 11.30 કલાકે શપથ લેશે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા જેઓએ પોતાના કાર્યથી લોકોના દિલોમાં જે સ્થાન બનાવ્યુ છે. તેઓ આજે શપથ લેશે.

લાંબા સમયથી રાજકીયમાં જોડાયેલા છે.

રીવાબા જાડેજાનો જન્મ 2 નવેમ્બર 1990ના રોજ ગુજરાતના રાજકોટમાં હરદેવ સિંહ સોલંકી અને પ્રફુલ્લબા સોલંકીને ત્યાં થયો હતો. તેઓએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદ માંથી મિકેનિકલ એન્જિયનિયરિંગમાં સ્નાતક થયા, રીવાબાએ મહિલા સશક્તિકરણ માટે માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નામનુ NGO પણ શરૂ કર્યુ છે. આજે પણ તેઓ એક સામાન્ય નાગરિકની જેમ મહિલાઓ માટે હરહંમેશ સેવા અને મદદ માટે ઉભેલા જોવા મળે છે. તેમના પિતા હરદેવ સિંહ સોલંકી એક ઉદ્યોગપતિ છે અને તે લાંબા સમયથી સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે.

કરણી સેનાના સભ્ય

તમે હંમેશા રીવાબાને જોયા હશે કે કોઇ પણ ઓકેશન હોય કે તેમાં તેઓ સાડીમાંજ જોવા મળે છે. તેઓ આજે પણ પોતાની સંસ્કૃતિને ખૂબ પસંદ કરે છે. તેઓ કરણી સેનાના સભ્ય પણ રહી ચૂક્યા છે. 2018માં પ્રસિદ્ધ ફિલ્મ જે આવી હતી પદ્માવત તેનો વિરોધ કરણી સેનાએ કર્યો હતો એ જ સમયે રીવાબા જાડેજા જ આનો અવાજ બન્યા હતા. આ બાદ જ કરણી સેનાની મહિલા વિંગના વડા બનાવવામાં આવ્યા હતા. 2019માં બીજેપીમાં જોડાયા

રીવાબા વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટી BJPમાં જોડાયા હતા. સામાન્ય રીતે તેમને ઘરમાં જ બાળપણથી ઘરમાં જ રાજકારણનુ વાતાવરણ મળ્યુ છે. અને તેના કારણે પહેલેથી જ તેઓ સેવાભાવી સ્વભાવના રહ્યા છે. અ સિવાય તેમના કાકા હરિસિંહ સોલંકી પણ કોગ્રેસના નેતા રહી ચૂક્યા છે. બાદમાં તેઓ પણ ભાજપમાં જોડાયા હતા. રવિન્દ્ર જાડેજા સાથે 2016માં કર્યા લગ્ન

ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે રીવાબાએ વર્ષ 2016માં લગ્ન કર્યા. જાડેજાના બહેનને એક ફેમિલી ફંકશનમાં રીવાબાને જોયા બાદમાં તેમના ભાઇ માટે યોગ્ય લાગ્યા અને બાદમાં તેઓના પરિવાર વાળાએ બંનેના લગ્ન કર્યા. હાલ આ બંનેને એક પુત્રી પણ છે. ઘણી વખત રવિન્દ્ર જાડેજાની મેચ દરિમયાન તેઓ બંનેને જોયા હશે. રીવાબા જાડેજાએ હંમેશા પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને જાળવી રાખી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0