Gujarat Board Exam : ધોરણ 10-12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી થશે શરૂ, 15.27લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ વર્ષે રાજ્યભરમાં કુલ 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા પરીક્ષા વ્યવસ્થા માટે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 9,07,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 1,19,263 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 5,01,286 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ રાહત
ધોરણ 10ની પરીક્ષા માટે રાજ્યમાં 1,006 સેન્ટરો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યારે 3243 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ રાહત આપવામાં આવી છે. દિવ્યાંગ પરીક્ષાર્થીઓને એક કલાકનો વધારાનો સમય આપવામાં આવશે. ઉપરાંત, પ્રથમવાર 3 કલાકના પેપર માટે 20 મિનિટનો વધારાનો સમય પણ અપાશે, જેથી તેઓ આરામથી અને યોગ્ય રીતે પ્રશ્નપત્ર પૂર્ણ કરી શકે.
કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાશે તો તેના સામે કડક કાર્યવાહી કરાશે
બોર્ડ દ્વારા નકલ અને ગેરરીતિ રોકવા કડક પગલાં લેવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા ઝડપાશે તો તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી, ફ્લાઈંગ સ્ક્વોડ અને નિરીક્ષકોની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા, જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને બોર્ડના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પરીક્ષા યોજાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે.
આ પણ વાંચો : AMCની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું 'એફિડેવિટ કરી કામનો સંતોષ ન સમજો'
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

