Gujarat BJPનું પ્રાથમિક સદસ્યતા અભિયાન પૂર્ણ, ગત વખત કરતા સભ્યોની સંખ્યામાં ઘટાડો
ગુજરાત ભાજપનું પ્રાથમિક સદસ્યતા અભિયાન પૂર્ણ થયું છે,પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપેલા લક્ષ્ય સુધી તો ભાજપના પહોંચી શક્યું પરંતુ ગત વખત કરતા પણ સભ્યો ઘટી ગયા હોવાનું સામે આવ્યું છે.ગત વખત કરતા 7 લાખ સભ્યો ઘટ્યા છે.જોકે ગત વખતે 6 મહિના અભિયાન ચાલ્યું હતું જ્યારે ચાલુ વર્ષમાં 1 મહિનામાં અભિયાન સમેટી લીધું છે. ભાજપનું નવા સભ્યો બનાવવાનું અભિયાન પૂર્ણ થયું છે હવે ભાજપ સક્રિય સભ્ય બનાવવા તરફ આગળ વધ્યુ છે ત્યારે પ્રાથમિક સભ્ય સંખ્યામાં તોતિંગ ઘટાડો નોંધાયો છે.ગત વખતે અભિયાન ચાલ્યું ત્યારે 1 કરોડ 19 લાખ સભ્યો બન્યા હતા જ્યારે ચાલુ વર્ષમાં 1 કરોડ 12 લાખ સભ્યો બન્યા છે.એટલે કે 7 લાખ સભ્ય સંખ્યા ઘટી છે.ઉલ્લેખનીય છે કે ગત વખત અભિયાન 6 માસ ચાલ્યું હતું જ્યારે ચાલુ વર્ષમાં 1 મહિનામાં આ કામગીરી આટોપી લેવાઈ છે.અને હવે જે સભ્ય દ્વારા 100 અથવા તેનાથી વધારે પ્રાથમિક સભ્ય બનાવ્યા હોય તેમને સક્રિય સભ્ય બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. મિસકોલ કરી સભ્ય નોંધી દેવામાં આવતા હતા સક્રિય સભ્ય પણ દોઢ લાખ બનાવવાના હતા પરંતુ હવે આ સંખ્યા પણ ઘટશે અને તે 1 લાખ આસપાસ રહેશે ભાજપ કહી રહ્યું છે કે આ અભિયાન હજી 1 મહિનો ચાલશે અને સી આર પાટીલે આપેલા લક્ષ્ય સુધી પહોંચી જઈશું. તેની પાછળના 2 મુખ્ય કારણો હોવાનું કહેવામાં આવી રહ્યું છે એક તો ગત વખત કરતા સમયની અછત અને બીજું કારણ છે કે કે ગત વખતે ખાલી મિસકોલ કરી સભ્ય નોંધી દેવામાં આવતા હતા પરંતુ ચાલુ અભિયાનમાં મિસ કોલ બાદ ફોર્મ પણ સ્થળ પર ભરી તેની સ્ક્રૂટીની કરવામાં આવે છે. પ્રાથમિક સભ્ય નોંધણી 1 કરોડ 19 સુધી પહોંચી 2015માં અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને પ્રાથમિક સભ્ય નોંધણી 1 કરોડ 19 સુધી પહોંચી હતી જે હવે ગ્રાફ નીચે આવ્યો અને સભ્ય સંખ્યા 1 કરોડ 8 લાખ થયો છે.આ વર્ષે વિવાદ પણ બહુ સામે આવ્યા છે.જેમાં અનેક જિલ્લા એવા છે જેમાં સુરેન્દ્ર નગર જિલ્લામાં શાળાના બાળકો અને તેમના વાલીઓને સભ્ય બનાવી દેવામાં આવ્યા અમરેલી નગરપાલિકા નાં કર્મચારીઓને સભ્ય બનવા સ્થાનિક સ્તરે આદેશ થયો હતો ભાવનગરમાં હોસ્પિટલમાં પૂર્વ મેયર પહોંચી ગયા હતા અને દરદીના સગાઓને સભ્ય બનાવ્યા અને 500 રૂપિયાની ઓફર થઈ હોવાનો વિડિયો વાયરલ થયો હતો,તો હમણાં ફરી એક વિવાદ આવ્યો હતો કે હોસ્પિટલમાં સુઈ રહેલા દર્દીઓને ઉઠાડી ને ઓટીપી લઈ લેવામાં આવ્યા હતા રાજકોટમાં પણ અભિયાનને લઈને વિવાદ થયા હતા. સાંસદ સભ્યો બહાર નીકળ્યા નથી સરકારનાં 2 મંત્રીઓ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા અને તેનો વિડિયો વાયરલ થયો હતો અને ઋષિકેશ પટેલે તો ત્યાં સુધી કહી દીધું હતું કે કાઢી મેલવા હોય તો કાઢી મેલે આ સમગ્ર ઘટનાઓ સામે આવ્યા બાદ સી આર પાટીલે ટકોર કરી હતી કે ધારાસભ્યો કે સાંસદો સભ્ય બનાવવા બહાર નીકળ્યા જ નથી નીચેના કાર્યકર્તાઓ નાં માધ્યમથી સભ્યો બનાવી દેવામાં આવ્યા છે બહાર નીકળો અને ટાર્ગેટ પૂર્ણ કરો, મત મળ્યા એટલે સભ્યો નાં પણ બની શકે કારણ કે કેટલાક સરકારી કર્મચારીઓ હોય છે જે વોટ ભાજપ ને આપતા હોય છે પરંતુ તે રાજકીય પક્ષ સાથે જોડાઈ નાં શકે એટલે તે ભાજપ સાથે જોડાઈ નાં શકે પરંતુ આપેલા લક્ષ્યને પહોંચી વાળવાનો દાવો હાલ પણ કરાઈ રહ્યો છે. સંગઠન કામગીરી કરાશે પૂર્ણ હવે ભાજપ દ્વારા સક્રિય સભ્ય બનાવવાની શરૂઆત કરી દીધી છે ત્યારે હવે ભાજપ આગામી દોઢ માસમાં રાજ્યમાં 60 ટકા સંગઠન કામગીરી પૂર્ણ કરી દેશે અને બાદમાં નવું પ્રદેશ સંગઠન માળખું બનશે હાલમાં સંગઠન માં સભ્યો બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે 1 કરોડ 80 લાખથી વધારે સભ્યો બનાવી દેવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત ભાજપનું પ્રાથમિક સદસ્યતા અભિયાન પૂર્ણ થયું છે,પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપેલા લક્ષ્ય સુધી તો ભાજપના પહોંચી શક્યું પરંતુ ગત વખત કરતા પણ સભ્યો ઘટી ગયા હોવાનું સામે આવ્યું છે.ગત વખત કરતા 7 લાખ સભ્યો ઘટ્યા છે.જોકે ગત વખતે 6 મહિના અભિયાન ચાલ્યું હતું જ્યારે ચાલુ વર્ષમાં 1 મહિનામાં અભિયાન સમેટી લીધું છે.
ભાજપનું નવા સભ્યો બનાવવાનું અભિયાન પૂર્ણ થયું છે
હવે ભાજપ સક્રિય સભ્ય બનાવવા તરફ આગળ વધ્યુ છે ત્યારે પ્રાથમિક સભ્ય સંખ્યામાં તોતિંગ ઘટાડો નોંધાયો છે.ગત વખતે અભિયાન ચાલ્યું ત્યારે 1 કરોડ 19 લાખ સભ્યો બન્યા હતા જ્યારે ચાલુ વર્ષમાં 1 કરોડ 12 લાખ સભ્યો બન્યા છે.એટલે કે 7 લાખ સભ્ય સંખ્યા ઘટી છે.ઉલ્લેખનીય છે કે ગત વખત અભિયાન 6 માસ ચાલ્યું હતું જ્યારે ચાલુ વર્ષમાં 1 મહિનામાં આ કામગીરી આટોપી લેવાઈ છે.અને હવે જે સભ્ય દ્વારા 100 અથવા તેનાથી વધારે પ્રાથમિક સભ્ય બનાવ્યા હોય તેમને સક્રિય સભ્ય બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
મિસકોલ કરી સભ્ય નોંધી દેવામાં આવતા હતા
સક્રિય સભ્ય પણ દોઢ લાખ બનાવવાના હતા પરંતુ હવે આ સંખ્યા પણ ઘટશે અને તે 1 લાખ આસપાસ રહેશે ભાજપ કહી રહ્યું છે કે આ અભિયાન હજી 1 મહિનો ચાલશે અને સી આર પાટીલે આપેલા લક્ષ્ય સુધી પહોંચી જઈશું. તેની પાછળના 2 મુખ્ય કારણો હોવાનું કહેવામાં આવી રહ્યું છે એક તો ગત વખત કરતા સમયની અછત અને બીજું કારણ છે કે કે ગત વખતે ખાલી મિસકોલ કરી સભ્ય નોંધી દેવામાં આવતા હતા પરંતુ ચાલુ અભિયાનમાં મિસ કોલ બાદ ફોર્મ પણ સ્થળ પર ભરી તેની સ્ક્રૂટીની કરવામાં આવે છે.
પ્રાથમિક સભ્ય નોંધણી 1 કરોડ 19 સુધી પહોંચી
2015માં અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને પ્રાથમિક સભ્ય નોંધણી 1 કરોડ 19 સુધી પહોંચી હતી જે હવે ગ્રાફ નીચે આવ્યો અને સભ્ય સંખ્યા 1 કરોડ 8 લાખ થયો છે.આ વર્ષે વિવાદ પણ બહુ સામે આવ્યા છે.જેમાં અનેક જિલ્લા એવા છે જેમાં સુરેન્દ્ર નગર જિલ્લામાં શાળાના બાળકો અને તેમના વાલીઓને સભ્ય બનાવી દેવામાં આવ્યા અમરેલી નગરપાલિકા નાં કર્મચારીઓને સભ્ય બનવા સ્થાનિક સ્તરે આદેશ થયો હતો ભાવનગરમાં હોસ્પિટલમાં પૂર્વ મેયર પહોંચી ગયા હતા અને દરદીના સગાઓને સભ્ય બનાવ્યા અને 500 રૂપિયાની ઓફર થઈ હોવાનો વિડિયો વાયરલ થયો હતો,તો હમણાં ફરી એક વિવાદ આવ્યો હતો કે હોસ્પિટલમાં સુઈ રહેલા દર્દીઓને ઉઠાડી ને ઓટીપી લઈ લેવામાં આવ્યા હતા રાજકોટમાં પણ અભિયાનને લઈને વિવાદ થયા હતા.
સાંસદ સભ્યો બહાર નીકળ્યા નથી
સરકારનાં 2 મંત્રીઓ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા અને તેનો વિડિયો વાયરલ થયો હતો અને ઋષિકેશ પટેલે તો ત્યાં સુધી કહી દીધું હતું કે કાઢી મેલવા હોય તો કાઢી મેલે આ સમગ્ર ઘટનાઓ સામે આવ્યા બાદ સી આર પાટીલે ટકોર કરી હતી કે ધારાસભ્યો કે સાંસદો સભ્ય બનાવવા બહાર નીકળ્યા જ નથી નીચેના કાર્યકર્તાઓ નાં માધ્યમથી સભ્યો બનાવી દેવામાં આવ્યા છે બહાર નીકળો અને ટાર્ગેટ પૂર્ણ કરો, મત મળ્યા એટલે સભ્યો નાં પણ બની શકે કારણ કે કેટલાક સરકારી કર્મચારીઓ હોય છે જે વોટ ભાજપ ને આપતા હોય છે પરંતુ તે રાજકીય પક્ષ સાથે જોડાઈ નાં શકે એટલે તે ભાજપ સાથે જોડાઈ નાં શકે પરંતુ આપેલા લક્ષ્યને પહોંચી વાળવાનો દાવો હાલ પણ કરાઈ રહ્યો છે.
સંગઠન કામગીરી કરાશે પૂર્ણ
હવે ભાજપ દ્વારા સક્રિય સભ્ય બનાવવાની શરૂઆત કરી દીધી છે ત્યારે હવે ભાજપ આગામી દોઢ માસમાં રાજ્યમાં 60 ટકા સંગઠન કામગીરી પૂર્ણ કરી દેશે અને બાદમાં નવું પ્રદેશ સંગઠન માળખું બનશે હાલમાં સંગઠન માં સભ્યો બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે વિશ્વાસ વ્યક્ત કરાયો છે કે 1 કરોડ 80 લાખથી વધારે સભ્યો બનાવી દેવામાં આવશે.