Gujarat: મોંઘવારીનો વધુ એક માર પડ્યો, ખાદ્યતેલના ભાવમાં વધારો
ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત્ રહ્યો છે. જેમાં સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે. તેમાં સીંગતેલમાં 23 રૂપિયાનો વધારો થયો છે. તથા કપાસિયા તેલમાં 30 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ પહોંચ્યા રૂ.2680 પર પહોંચ્યો છે. તેમજ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2140 પહોંચ્યો છે.કાચો માલ પણ નહીં મળતા તેલના ભાવમાં વધારો કેન્દ્ર સરકાર દ્વારા પામોઓઇલની આયાત પર 20 ટકા જેટલી કસ્ટમસ ડ્યુટી નાખી દેતા સ્થાનિક માર્કેટમાં તેની અસર પડી રહી છે. બીજી તરફ મિલરોને કાચો માલ પણ નહીં મળતા તેલના ભાવમાં વધારો કરી રહ્યાં છે. સીંગતેલના ભાવ 2680 કપાસિયાનો ભાવ ₹ 2140 થયો છે. હાલ ગુજરાતીઓને સૌથી વધુ મુંઝવતો પ્રશ્ન મોંઘવારી છે. ખાદ્યતેલના ભાવમાં સતત એક મહિનાથી ભડકો થઈ રહ્યો છે. સરકારના એક નિર્ણયને કારણે તેલના ભાવ આસમાને પહોંચી ગયા અને હવે ગુજરાતની જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે. ડ્યુટી વધારી તે પછીના સપ્તાહમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો સરકારે આયાત ડ્યુટીમાં વધારાના પગલે કપાસિયા તેલ, સિંગતેલ અને પામ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.સરકારે તાજેતરમાં ખાદ્ય તેલો પર આયાત ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો હતો. ખરીફ સીઝનમાં તેલિબિયાનું ઉત્પાદન લેતા ખેડૂતોને સારા ભાવ મળી શકે તે માટે આ નિર્ણય લેવાયો હતો. જોકે, તેનું ઉલટુ પરિણામ એ આવ્યું કે, ખાદ્ય તેલના ભાવમાં તીવ્ર વધારો થઈ ગયો છે. આયાત ડ્યુટી વધતા તેલ વધુ મોંઘુ થયુ છે. ડ્યુટી વધારી તે પછીના સપ્તાહમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત્ રહ્યો છે. જેમાં સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે. તેમાં સીંગતેલમાં 23 રૂપિયાનો વધારો થયો છે. તથા કપાસિયા તેલમાં 30 રૂપિયાનો વધારો થયો છે. સીંગતેલના ડબ્બાના ભાવ પહોંચ્યા રૂ.2680 પર પહોંચ્યો છે. તેમજ કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2140 પહોંચ્યો છે.
કાચો માલ પણ નહીં મળતા તેલના ભાવમાં વધારો
કેન્દ્ર સરકાર દ્વારા પામોઓઇલની આયાત પર 20 ટકા જેટલી કસ્ટમસ ડ્યુટી નાખી દેતા સ્થાનિક માર્કેટમાં તેની અસર પડી રહી છે. બીજી તરફ મિલરોને કાચો માલ પણ નહીં મળતા તેલના ભાવમાં વધારો કરી રહ્યાં છે. સીંગતેલના ભાવ 2680 કપાસિયાનો ભાવ ₹ 2140 થયો છે. હાલ ગુજરાતીઓને સૌથી વધુ મુંઝવતો પ્રશ્ન મોંઘવારી છે. ખાદ્યતેલના ભાવમાં સતત એક મહિનાથી ભડકો થઈ રહ્યો છે. સરકારના એક નિર્ણયને કારણે તેલના ભાવ આસમાને પહોંચી ગયા અને હવે ગુજરાતની જનતા મોંઘવારીમાં પીસાઈ રહી છે.
ડ્યુટી વધારી તે પછીના સપ્તાહમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો
સરકારે આયાત ડ્યુટીમાં વધારાના પગલે કપાસિયા તેલ, સિંગતેલ અને પામ તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.સરકારે તાજેતરમાં ખાદ્ય તેલો પર આયાત ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો હતો. ખરીફ સીઝનમાં તેલિબિયાનું ઉત્પાદન લેતા ખેડૂતોને સારા ભાવ મળી શકે તે માટે આ નિર્ણય લેવાયો હતો. જોકે, તેનું ઉલટુ પરિણામ એ આવ્યું કે, ખાદ્ય તેલના ભાવમાં તીવ્ર વધારો થઈ ગયો છે. આયાત ડ્યુટી વધતા તેલ વધુ મોંઘુ થયુ છે. ડ્યુટી વધારી તે પછીના સપ્તાહમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે.