Gujarat : આર્યુવેદ નવીનતાની થીમ સાથે ઉજવાશે “નવમો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”

દિવાળીના તહેવારની શરૂઆત એટલે ધનતેરસ જેને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ધન્વંતરીને વેદ અને પુરાણોમાં દેવતાઓના વૈદ્ય કહેવામાં આવે છે, સાથે જ તેમને આયુર્વેદના પિતા પણ માનવામાં આવે છે. દવાની સૌથી જૂની પદ્ધતિ એટલે આયુર્વેદ જે લોકોને આરોગ્ય અને સુખાકારી બક્ષી સક્ષમ બનાવે છે. તેથી જ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા અતિ પ્રાચીન એવી આયુર્વેદિક સારવારને પ્રોત્સાહન આપવા માટે આયુર્વેદના ભગવાનની જન્મજયંતિના રોજ દર વર્ષે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ આયુર્વેદ અને તેની વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ અને તેના ફાયદા, સિદ્ધાંતો અને ઉદ્દેશ્ય વિશે માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિને માહિતગાર કરવા અર્થે વર્ષ ૨૦૧૬ થી શરૂ કરીને આ દિવસ ઉજવવામાં આવે છે. છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોંચી શકે અને તે થકી પ્રજાજનોને સુખાયુ અને દિર્ઘાયુ પ્રાપ્ત થાય તે હેતુથી “વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આર્યુવેદ નવીનતા ની થીમ સાથે આ વર્ષે “નવમો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાશે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાના પ્રયાસો છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને કોરોનાના સમયગાળામાં, દેશની યુવા પેઢીમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ આયુર્વેદ વિશે જાગૃતતા આવી છે. કોરોનાના કપરા કાળમાં આયુર્વેદીક દવાઓ શરીરને મૂળભૂત રીતે સ્વસ્થ બનાવવામાં અને ચેપને રોકવા માટે તેની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી નીવડી હતી. આ સમયગાળા દરમિયાન આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને દવાઓનો ઉપયોગ આપણા દેશની સાથે સાથે વિદેશમાં વધ્યો હતો. જેના પરિણામે હાલ મોટી સંખ્યામાં લોકો આયુર્વેદિક દવા અને તેના નિયમોને પોતાના જીવનમાં વણી લીધા છે. આયુર્વેદ એક એવી તબીબી પદ્ધતિ છે, જે લાંબુ, સ્વસ્થ અને સુખી જીવન જીવવાની સાચી રીત શીખવે છે. આ ચિકિત્સા પદ્ધતિમાં માત્ર રોગની સારવાર જ નથી થતી, પરંતુ શરીરને કુદરતી રીતે સ્વસ્થ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાના પ્રયાસો પણ કરવામાં આવે છે. આયુર્વેદમાં દવા તરીકે વપરાતું રસાયણ વાત, કફ, પિત્ત એમ ત્રણ દોષો પર આધારિત આ પદ્ધતિમાં, રસાયણો (દવાઓ) અને વિવિધ ઉપચારની સાથે, આહાર, યોગ અને જીવનશૈલીનો પણ ઉપચાર પ્રક્રિયામાં સમાવેશ થાય છે. આયુર્વેદિક તબીબોના મતે, આયુર્વેદમાં શરીરને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી પહેલા તો વ્યક્તિ બીમાર ન પડે અને જો તે બીમાર પડે તો પણ તેના શરીરને વધારે તકલીફ પડતી નથી અને તે જલ્દી સ્વસ્થ થઈ જાય છે. આયુર્વેદમાં દવા તરીકે વપરાતું રસાયણ ઔષધિઓના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવે છે જે સંપૂર્ણપણે કુદરતી છે. તે જ સમયે, પંચકર્મ જેવી અનેક પ્રકારની ઉપચાર પદ્ધતિઓ પણ આ ઉપચારમાં સામેલ છે, જેમાં સંપૂર્ણપણે કુદરતી વનસ્પતિઓમાંથી બનેલા તેલ, પેસ્ટ અને દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઔષધિઓનાં મહત્વને સાર્વત્રિક સ્વીકૃતિ આયુષ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોનાં પરિણામે, પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓના ફાયદાઓ વિશે જાગૃતિમાં વધારો થયો છે. પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો થકી ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આજે ગ્લોબલ બની છે. વડાપ્રધાનની દુરંદેશીતાથી આજે WHO-દ્વારા આયુર્વેદને વૈશ્વિક સ્તરે પ્રાચીન માન્ય ચિકિત્સા પદ્ધતિનું બિરુદ આપવામાં આવ્યું છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલય દ્વારા લોકજાગૃતિ અર્થે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશમાં પરંપરાગત ઔષધિઓ પર સૌપ્રથમ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન વિશ્વ આરોગ્ય સંસ્થા અને આયુષ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ૧૦૦ થી વધુ દેશોએ આયુર્વેદ દિવસની ઉજવણી કરી હતી. જે સૂચવે છે કે, પરંપરાગત દવાઓની પહોંચ વિશ્વભરમાં વધી રહી છે. પરંપરાગત ઔષધિઓનાં મહત્વને સાર્વત્રિક સ્વીકૃતિ મળી રહી છે. ચિકિત્સા હેઠળ લાભ સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો, આયુષ વિભાગ હેઠળ જિલ્લાની આયુર્વેદ શાખા દ્વારા રોગોના આયુર્વેદિક ઉપચાર અને આયુર્વેદ પ્રત્યે જનજાગૃતિ અર્થે વિવિધ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ૨૨ આર્યુર્વેદ, ૦૫ હોમિયોપેથીક દવાખાના તેમજ ૦૨ સરકારી આયુર્વેદ હોસ્પિટલો કાર્યરત છે. જેના દ્વારા વર્ષ ૨૦૨૩ – ૨૪ માં ૮૨,૨૨૯ જેટલા દર્દીઓએ આયુર્વેદ ચિકિત્સા અને ૧૮,૧૭૫ દર્દીઓએ હોમીયોપેથીક સારવારનો લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત ૩૩,૯૯૨ દર્દીઓને શાળા આરોગ્ય, ૪૯,૨૬૬ દર્દીઓ સ્વસ્થવૃત, ૨૧,૭૩૦ દર્દીઓએ જરાવ્યાધિ ચિકિત્સા હેઠળ લાભ મેળવ્યો હતો. ૬૩ કેમ્પનું આયોજન સુવર્ણપ્રાશન હેઠળ ૬૩ કેમ્પનું આયોજન કરી ૧૬૫૦ બાળકોને સારવાર આપવામાં આવી હતી. તેમજ ૧૩૨ આયુર્વેદ નિદાન કેમ્પમાં ૯૭૧૩ દર્દીઓના અને ૨૮ હોમીયોથીક નિદાન કેમ્પમાં ૧૭,૫૩૦ દર્દીઓના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન પ્રકૃતિ પરિક્ષણ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં ૧૦,૧૭૨ લાભાર્થીઓ લાભ્ન્વિત થયા હતા. યોગ દિવસની ઉજવણી ઉપરાંત દરેક આયુષ્યમાન આરોગ્ય મંદીર ખાતે નિયમિત આયોજીત યોગ કેમ્પનો ૬૧,૫૦૯ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો. સંપૂર્ણ સ્વાસ્થ્ય સુખાકારી પ્રદાન અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ દ્વારા પ્રજાની સુખાકારી માટે કટિબદ્ધ છે, ત્યારે ગુજરાતમાં જામનગર જિલ્લામાં પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટી કાર્યરત છે, જ્યાં પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ પ્રમાણેના ઉપચાર, સારવાર અને સંશોધનો થાય છે. એલોપથીના ઝડપી નિદાનને લીધે તેનો વ્યાપ મોટો છે. પરંતુ, આયુર્વેદ સચોટ નિદાન કરે છે. આયુર્વેદ અને અન્ય ચિકિત્સા પદ્ધતિથી ભારત આગળ વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.આમ, આયુર્વેદ માત્ર એક ચિકિત્સા પદ્ધતિ જ નહીં, પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય સુખાકારી પ્રદાન કરતું વિશ્વનું પ્રાચીનતમ આરોગ્ય શાસ્ત્ર છે. તો આવો, સ્વસ્થ ભારતના નિર્માણ માટેર તન-મનને સ્વસ્થ અને સંતુલિત રાખતા આયુર્વેદને આપણી જીવનશૈલીનો ભાગ બનાવીએ. 

Gujarat : આર્યુવેદ નવીનતાની થીમ સાથે ઉજવાશે “નવમો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારની શરૂઆત એટલે ધનતેરસ જેને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન ધન્વંતરીને વેદ અને પુરાણોમાં દેવતાઓના વૈદ્ય કહેવામાં આવે છે, સાથે જ તેમને આયુર્વેદના પિતા પણ માનવામાં આવે છે. દવાની સૌથી જૂની પદ્ધતિ એટલે આયુર્વેદ જે લોકોને આરોગ્ય અને સુખાકારી બક્ષી સક્ષમ બનાવે છે. તેથી જ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા અતિ પ્રાચીન એવી આયુર્વેદિક સારવારને પ્રોત્સાહન આપવા માટે આયુર્વેદના ભગવાનની જન્મજયંતિના રોજ દર વર્ષે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ

આયુર્વેદ અને તેની વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ અને તેના ફાયદા, સિદ્ધાંતો અને ઉદ્દેશ્ય વિશે માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં દરેક વ્યક્તિને માહિતગાર કરવા અર્થે વર્ષ ૨૦૧૬ થી શરૂ કરીને આ દિવસ ઉજવવામાં આવે છે. છેવાડાના માનવી સુધી આયુષની સેવાઓ પહોંચી શકે અને તે થકી પ્રજાજનોને સુખાયુ અને દિર્ઘાયુ પ્રાપ્ત થાય તે હેતુથી “વૈશ્વિક સ્વાસ્થ્ય માટે આર્યુવેદ નવીનતા ની થીમ સાથે આ વર્ષે “નવમો રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવાશે.

રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાના પ્રયાસો

છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ કરીને કોરોનાના સમયગાળામાં, દેશની યુવા પેઢીમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ આયુર્વેદ વિશે જાગૃતતા આવી છે. કોરોનાના કપરા કાળમાં આયુર્વેદીક દવાઓ શરીરને મૂળભૂત રીતે સ્વસ્થ બનાવવામાં અને ચેપને રોકવા માટે તેની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી નીવડી હતી. આ સમયગાળા દરમિયાન આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને દવાઓનો ઉપયોગ આપણા દેશની સાથે સાથે વિદેશમાં વધ્યો હતો. જેના પરિણામે હાલ મોટી સંખ્યામાં લોકો આયુર્વેદિક દવા અને તેના નિયમોને પોતાના જીવનમાં વણી લીધા છે. આયુર્વેદ એક એવી તબીબી પદ્ધતિ છે, જે લાંબુ, સ્વસ્થ અને સુખી જીવન જીવવાની સાચી રીત શીખવે છે. આ ચિકિત્સા પદ્ધતિમાં માત્ર રોગની સારવાર જ નથી થતી, પરંતુ શરીરને કુદરતી રીતે સ્વસ્થ અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાના પ્રયાસો પણ કરવામાં આવે છે.

આયુર્વેદમાં દવા તરીકે વપરાતું રસાયણ

વાત, કફ, પિત્ત એમ ત્રણ દોષો પર આધારિત આ પદ્ધતિમાં, રસાયણો (દવાઓ) અને વિવિધ ઉપચારની સાથે, આહાર, યોગ અને જીવનશૈલીનો પણ ઉપચાર પ્રક્રિયામાં સમાવેશ થાય છે. આયુર્વેદિક તબીબોના મતે, આયુર્વેદમાં શરીરને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી પહેલા તો વ્યક્તિ બીમાર ન પડે અને જો તે બીમાર પડે તો પણ તેના શરીરને વધારે તકલીફ પડતી નથી અને તે જલ્દી સ્વસ્થ થઈ જાય છે. આયુર્વેદમાં દવા તરીકે વપરાતું રસાયણ ઔષધિઓના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવે છે જે સંપૂર્ણપણે કુદરતી છે. તે જ સમયે, પંચકર્મ જેવી અનેક પ્રકારની ઉપચાર પદ્ધતિઓ પણ આ ઉપચારમાં સામેલ છે, જેમાં સંપૂર્ણપણે કુદરતી વનસ્પતિઓમાંથી બનેલા તેલ, પેસ્ટ અને દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ઔષધિઓનાં મહત્વને સાર્વત્રિક સ્વીકૃતિ

આયુષ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોનાં પરિણામે, પરંપરાગત ભારતીય ચિકિત્સા પદ્ધતિઓના ફાયદાઓ વિશે જાગૃતિમાં વધારો થયો છે. પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીના પ્રયાસો થકી ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આજે ગ્લોબલ બની છે. વડાપ્રધાનની દુરંદેશીતાથી આજે WHO-દ્વારા આયુર્વેદને વૈશ્વિક સ્તરે પ્રાચીન માન્ય ચિકિત્સા પદ્ધતિનું બિરુદ આપવામાં આવ્યું છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે આયુષ મંત્રાલય દ્વારા લોકજાગૃતિ અર્થે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દેશમાં પરંપરાગત ઔષધિઓ પર સૌપ્રથમ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન વિશ્વ આરોગ્ય સંસ્થા અને આયુષ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ૧૦૦ થી વધુ દેશોએ આયુર્વેદ દિવસની ઉજવણી કરી હતી. જે સૂચવે છે કે, પરંપરાગત દવાઓની પહોંચ વિશ્વભરમાં વધી રહી છે. પરંપરાગત ઔષધિઓનાં મહત્વને સાર્વત્રિક સ્વીકૃતિ મળી રહી છે.

ચિકિત્સા હેઠળ લાભ

સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો, આયુષ વિભાગ હેઠળ જિલ્લાની આયુર્વેદ શાખા દ્વારા રોગોના આયુર્વેદિક ઉપચાર અને આયુર્વેદ પ્રત્યે જનજાગૃતિ અર્થે વિવિધ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ૨૨ આર્યુર્વેદ, ૦૫ હોમિયોપેથીક દવાખાના તેમજ ૦૨ સરકારી આયુર્વેદ હોસ્પિટલો કાર્યરત છે. જેના દ્વારા વર્ષ ૨૦૨૩ – ૨૪ માં ૮૨,૨૨૯ જેટલા દર્દીઓએ આયુર્વેદ ચિકિત્સા અને ૧૮,૧૭૫ દર્દીઓએ હોમીયોપેથીક સારવારનો લાભ મેળવ્યો હતો. આ ઉપરાંત ૩૩,૯૯૨ દર્દીઓને શાળા આરોગ્ય, ૪૯,૨૬૬ દર્દીઓ સ્વસ્થવૃત, ૨૧,૭૩૦ દર્દીઓએ જરાવ્યાધિ ચિકિત્સા હેઠળ લાભ મેળવ્યો હતો.

૬૩ કેમ્પનું આયોજન

સુવર્ણપ્રાશન હેઠળ ૬૩ કેમ્પનું આયોજન કરી ૧૬૫૦ બાળકોને સારવાર આપવામાં આવી હતી. તેમજ ૧૩૨ આયુર્વેદ નિદાન કેમ્પમાં ૯૭૧૩ દર્દીઓના અને ૨૮ હોમીયોથીક નિદાન કેમ્પમાં ૧૭,૫૩૦ દર્દીઓના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન પ્રકૃતિ પરિક્ષણ કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં ૧૦,૧૭૨ લાભાર્થીઓ લાભ્ન્વિત થયા હતા. યોગ દિવસની ઉજવણી ઉપરાંત દરેક આયુષ્યમાન આરોગ્ય મંદીર ખાતે નિયમિત આયોજીત યોગ કેમ્પનો ૬૧,૫૦૯ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.

સંપૂર્ણ સ્વાસ્થ્ય સુખાકારી પ્રદાન

અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ દ્વારા પ્રજાની સુખાકારી માટે કટિબદ્ધ છે, ત્યારે ગુજરાતમાં જામનગર જિલ્લામાં પ્રતિષ્ઠિત આયુર્વેદ યુનિવર્સિટી કાર્યરત છે, જ્યાં પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ પ્રમાણેના ઉપચાર, સારવાર અને સંશોધનો થાય છે. એલોપથીના ઝડપી નિદાનને લીધે તેનો વ્યાપ મોટો છે. પરંતુ, આયુર્વેદ સચોટ નિદાન કરે છે. આયુર્વેદ અને અન્ય ચિકિત્સા પદ્ધતિથી ભારત આગળ વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.આમ, આયુર્વેદ માત્ર એક ચિકિત્સા પદ્ધતિ જ નહીં, પરંતુ સંપૂર્ણ સ્વાસ્થ્ય સુખાકારી પ્રદાન કરતું વિશ્વનું પ્રાચીનતમ આરોગ્ય શાસ્ત્ર છે. તો આવો, સ્વસ્થ ભારતના નિર્માણ માટેર તન-મનને સ્વસ્થ અને સંતુલિત રાખતા આયુર્વેદને આપણી જીવનશૈલીનો ભાગ બનાવીએ.