Gujarat: આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની 2 હાઈવ્સ તથા કોલોની અપાશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આદિજાતી વિસ્તારોમાં મધમાખી પાલનનો વ્યાપ વધારવા માટે સહાયલક્ષી યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 53 આદિજાતિ તાલુકાના મધમાખી પાલકો, સેલ્ફ હેલ્પ ગ્રુપ, સખી મંડળ, FPO અને FPCના આદિજાતિ સભાસદને વિનામૂલ્યે 2 મધમાખીની હાઈવ્સ તથા કોલોની (મધમાખીની પેટી) પૂરી પાડવામાં આવે છે.કેવ રીતે કરશો અરજી? આ યોજનાનો લાભ મેળવવા માટે મધમાખી પાલકોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મહત્તમ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તારીખ 7 ફેબ્રુઆરી સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને અરજીની પ્રિન્ટ જરૂરી સાધનિક કાગળો સાથે જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામક કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવાની રહેશે. બજેટ 2025માં ખેડૂતો માટે કરાઈ ખાસ જાહેરાત બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે સરકારે 3 બંધ પડેલા યુરિયા પ્લાન્ટને ફરીથી ખોલ્યા છે. યુરિયાનો પુરવઠો વધારવા માટે 12.7 લાખ મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતો પ્લાન્ટ નામરૂપ, આસામમાં સ્થાપવામાં આવશે. બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ ખોલવામાં આવશે.

Gujarat: આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની 2 હાઈવ્સ તથા કોલોની અપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આદિજાતી વિસ્તારોમાં મધમાખી પાલનનો વ્યાપ વધારવા માટે સહાયલક્ષી યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 53 આદિજાતિ તાલુકાના મધમાખી પાલકો, સેલ્ફ હેલ્પ ગ્રુપ, સખી મંડળ, FPO અને FPCના આદિજાતિ સભાસદને વિનામૂલ્યે 2 મધમાખીની હાઈવ્સ તથા કોલોની (મધમાખીની પેટી) પૂરી પાડવામાં આવે છે.

કેવ રીતે કરશો અરજી?

આ યોજનાનો લાભ મેળવવા માટે મધમાખી પાલકોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મહત્તમ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તારીખ 7 ફેબ્રુઆરી સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને અરજીની પ્રિન્ટ જરૂરી સાધનિક કાગળો સાથે જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામક કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવાની રહેશે.

બજેટ 2025માં ખેડૂતો માટે કરાઈ ખાસ જાહેરાત

  1. બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
  2. મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે સરકારે 3 બંધ પડેલા યુરિયા પ્લાન્ટને ફરીથી ખોલ્યા છે.
  3. યુરિયાનો પુરવઠો વધારવા માટે 12.7 લાખ મેટ્રિક ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતો પ્લાન્ટ નામરૂપ, આસામમાં સ્થાપવામાં આવશે.
  4. બિહારમાં મખાના બોર્ડની રચના કરવામાં આવશે.
  5. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ ખોલવામાં આવશે.