Gujaratમા નવરાત્રિ દરમિયાન અકસ્માતના પ્રમાણમાં 18 ટકાનો થયો વધારો

રાજયમાં નવરાત્રિ દરમિયાન અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે.નવરાત્રિ દરમિયાન સરેરાશ 500 અકસ્માતના કેસ નોંધાયા છે.પ્રતિ દિવસ સરેરાશ 500 કેસ નોંધાયા છે આ સાથે 9 દિવસમાં અકસ્માતના કેસોમાં 18 ટકાનો વધારો થયો છે.9 દિવસમાં રાજ્યમાં અકસ્માતની 4489 ઘટના નોંધાઈ છે.અમદાવાદમાં 9 દિવસ દરમિયાન અકસ્માતના 93 કેસ નોંધાયા છે અને નવરાત્રિ દરમિયાન હૃદયની સમસ્યાના 2362 કેસ નોંધાયા છે. ટ્રાફિકના નિયમોનું કરો પાલન અમદાવાદ શહેર વિસ્તારની રીતે મોટો છે અને શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે જરૂરી છે.અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતની સંખ્યા વધી રહી છે જેને લઈ ટ્રાફિક પોલીસ પણ જાગૃત થઈ છે,શહેરમાં હેલમેટ પહેરીને વાહન હંકારશો અને અકસ્માત થશે તો તમે તમારા જીવને બચાવી શકશો અને જલદીથી સાજા થઈ શકશો બીજી તરફ ટ્રાફિક સિગન્લ પર અલગ-અલગ લાઈટો હોય છે જેમાં રેડ લાઈડ સૂચવે છે કે તમે ઉભા રહો,યલો લાઈટ સૂચવે છે કે તમે થોડીક સેકન્ડમાં નિકળી જાવ અને ગ્રીન લાઈટ સૂચવે છે કે તમે આગળ નીકળો પરંતુ ઘણી વાર ટ્રાફિક સિગન્નલની લાઈટ મૂજબ લોકો પાલન કરતા નથી રેડ સિગ્નલમાં પણ લોકો વાહન હંકારતા હોય છે. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા સામે કડક કાર્યવાહી શહેરમાં છેલ્લા 7 મહિનામાં અકસ્માતથી થતા મોતનો આંકડો 25 ટકા સુધી ઘટ્યો છે. ત્યારે શહેરમાં ક્રાઈમના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. શહેરમાં પોલીસ ટ્રાફિક, હેલમેટ અને અન્ય નિયમોનું પાલન ન કરનારા સામે પણ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ઓવર સ્પીડિંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને ઓવર સ્પીડિંગ કરનારા પાસેથી રૂપિયા 10 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. 7 મહિનામાં રૂપિયા 38.74 કરોડ દંડની રકમ નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી વસૂલવામાં આવી શહેરમાં છેલ્લા 8 મહિનામાં રૂપિયા 38.74 કરોડ દંડની રકમ નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી વસૂલવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દંડની રકમમાં જંગી વધારો નોંધાયો છે અને બીજી તરફ શહેરમાં ટ્રાફિક, હેલમેટના નિયમોનું પાલન કરાવવા માટે પણ સખ્ત છે. અમદાવાદમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે ઘણા પ્રશ્નો કર્યા છે. ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડેહાથ લીધી અને હાઈકોર્ટે સવાલ કર્યો કે ગુજરાતમાં હેલ્મેટના નિયમ છે ખરા? ટુ વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા નથી તેવુ ધ્યાનમાં આવ્યું છે.  

Gujaratમા નવરાત્રિ દરમિયાન અકસ્માતના પ્રમાણમાં 18 ટકાનો થયો વધારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજયમાં નવરાત્રિ દરમિયાન અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે.નવરાત્રિ દરમિયાન સરેરાશ 500 અકસ્માતના કેસ નોંધાયા છે.પ્રતિ દિવસ સરેરાશ 500 કેસ નોંધાયા છે આ સાથે 9 દિવસમાં અકસ્માતના કેસોમાં 18 ટકાનો વધારો થયો છે.9 દિવસમાં રાજ્યમાં અકસ્માતની 4489 ઘટના નોંધાઈ છે.અમદાવાદમાં 9 દિવસ દરમિયાન અકસ્માતના 93 કેસ નોંધાયા છે અને નવરાત્રિ દરમિયાન હૃદયની સમસ્યાના 2362 કેસ નોંધાયા છે.

ટ્રાફિકના નિયમોનું કરો પાલન

અમદાવાદ શહેર વિસ્તારની રીતે મોટો છે અને શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે જરૂરી છે.અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માતની સંખ્યા વધી રહી છે જેને લઈ ટ્રાફિક પોલીસ પણ જાગૃત થઈ છે,શહેરમાં હેલમેટ પહેરીને વાહન હંકારશો અને અકસ્માત થશે તો તમે તમારા જીવને બચાવી શકશો અને જલદીથી સાજા થઈ શકશો બીજી તરફ ટ્રાફિક સિગન્લ પર અલગ-અલગ લાઈટો હોય છે જેમાં રેડ લાઈડ સૂચવે છે કે તમે ઉભા રહો,યલો લાઈટ સૂચવે છે કે તમે થોડીક સેકન્ડમાં નિકળી જાવ અને ગ્રીન લાઈટ સૂચવે છે કે તમે આગળ નીકળો પરંતુ ઘણી વાર ટ્રાફિક સિગન્નલની લાઈટ મૂજબ લોકો પાલન કરતા નથી રેડ સિગ્નલમાં પણ લોકો વાહન હંકારતા હોય છે.

ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા સામે કડક કાર્યવાહી

શહેરમાં છેલ્લા 7 મહિનામાં અકસ્માતથી થતા મોતનો આંકડો 25 ટકા સુધી ઘટ્યો છે. ત્યારે શહેરમાં ક્રાઈમના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. શહેરમાં પોલીસ ટ્રાફિક, હેલમેટ અને અન્ય નિયમોનું પાલન ન કરનારા સામે પણ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ઓવર સ્પીડિંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને ઓવર સ્પીડિંગ કરનારા પાસેથી રૂપિયા 10 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.

7 મહિનામાં રૂપિયા 38.74 કરોડ દંડની રકમ નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી વસૂલવામાં આવી

શહેરમાં છેલ્લા 8 મહિનામાં રૂપિયા 38.74 કરોડ દંડની રકમ નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી વસૂલવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દંડની રકમમાં જંગી વધારો નોંધાયો છે અને બીજી તરફ શહેરમાં ટ્રાફિક, હેલમેટના નિયમોનું પાલન કરાવવા માટે પણ સખ્ત છે. અમદાવાદમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે ઘણા પ્રશ્નો કર્યા છે. ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડેહાથ લીધી અને હાઈકોર્ટે સવાલ કર્યો કે ગુજરાતમાં હેલ્મેટના નિયમ છે ખરા? ટુ વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા નથી તેવુ ધ્યાનમાં આવ્યું છે.