Gujaratમાં મેઘરાજા મહેરબાન થતા વિસ્તારોની વાસ્તવિકતાની જુઓ સ્થિતિ, Photos

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ચોમાસાના આરંભે જ રાજ્યભરમાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું. ધોધમાર વરસાદ ખાબકતા અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા તો જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે. વરસાદે રાજ્યની સુરત બદલી નાખી છે. રોડ પર પાણીના કારણે ખાડા અને ગાબડા દેખાય છે તો કયાંક વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મહામુસીબતે માર્ગ પસાર કરે છે. રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે ચોમાસાની સ્થિતિની સમીક્ષાને લઈને રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. વરસાદને કારણે જુઓ કેવી છે મહાનગરો અને ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા છે.
What's Your Reaction?






