Gujaratમાં કોરોનાના 980 એકટિવ કેસ, છેલ્લા 24 કલાકમાં નવા 185 કેસ નોંધાયા

Jun 9, 2025 - 07:30
Gujaratમાં કોરોનાના 980 એકટિવ કેસ, છેલ્લા 24 કલાકમાં નવા 185 કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 185 કેસ નોંધાયા છે તો રાજ્યમાં હાલ કોરોનાના 980 એક્ટિવ કેસ છે જેમાં 32 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 948 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે, કોરોનાથી છેલ્લા 24 કલાકમાં કોઈ મોત થયું નથી.

ગુજરાતમાં કોરોનાના 980 એકટિવ કેસ

ગઈકાલે નોંધાયેલા કેસ મુજબ વાત કરીએ તો કુલ 980 કેસ કોરોનાના છે જેમાં 32 લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને 948 લોકો હોમ આઈસોલેશન છે જેમાં 27 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, હોમ આઈસોલેશનમાં રહેલ વ્યકિતઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું જોઈએ તેવી તબીબોની સલાહ છે.

જાહેરમાં થૂંકવું જોઈએ નહી

કોરોનાથી બચવા નિષ્ણાંત તબીબો કહી રહ્યાં છે કે જાહેરમાં થૂકવું જોઈએ નહી અને અવારનવાર સાબુથી હાથ ધોવા જોઈએ સાથે સાથે સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ અને કોવિડ એપ્રોપીયેટ બિહેવિયરનું પાલન કરવું જોઈએ અને ભીડભાડ વાળી જગ્યાએ જવું ટાળવું જોઈએ.

દેશભરમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો

ભારતમાં છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, અંદાજિત આંકડા પ્રમાણે વાત કરીએ તો છેલ્લા 15 દિવસમાં કોરોના એકટિવ કેસ 30 ગણા વધી ગયા છે અને ધીરે ધીરે તે પ્રસરી રહ્યો છે, 22 મેના રોજ કોરોનાના દેશમાં એકટિવ કેસ 275 હતા અને ગઈકાલ સુધી એટેલે કે 8 જૂન સુધી તે વધીને 6133 થઈ ગયા છે, છેલ્લા ૨૪ કલાકમાં થયેલા મૃત્યુની વાત કરીએ તો, કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને તમિલનાડુમાં એક દર્દીનું મોત થયું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0