Godhra:I.Bના હરેશ દુધાતની જિલ્લા પોલીસ વડા તરીકે નિમણૂક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લાંબા સમયથી અટવાઈ રહેલા આઈપીએસ અધિકારીઓના બદલીના ગંજીપાનો ચીપ્યો છે. જેમાં પંચમહાલ જિલ્લાના પોલીસ વડા હિમાંશુ સોલંકીની બદલી કરવામાં આવી છે.
હાલ પંચમહાલ જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવતા અધિકારી હિમાંશુ સોલંકીને મહેસાણા જિલ્લા પોલીસ વડા તરીકે ખસેડાયા છે. તેમની જગ્યાએ ગાંધીનગર ખાતે ઇન્ટેલિજન્સ બ્યુરો (I.B)ના પોલીસ વડા તરીકે સેવા આપતા હરેશ દુધાતની નિયુક્તિ પંચમહાલ જિલ્લાના નવા પોલીસ વડા તરીકે કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં લાંબા સમયથી પોલીસ વડાની બદલીને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી. તાજેતરમાં આ જાહેરાત થતાની સાથે જ જિલ્લામાં પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ છે.
જિલ્લા પોલીસમાં આ નવી નિયુક્તિ સાથે કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં નવી દિશા મળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં ગૃહ વિભાગે કરેલી આ બદલીની અસર આગામી દિવસોમાં સ્પષ્ટ જોવા મળશે. ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં નવા પોલીસ વડાની નિમણૂકને લઈ રાજકીય તેમજ સામાજિક વર્ગોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
What's Your Reaction?






