Godhra:વિશ્વકર્મા જયંતીની રજા આપવા ગોધરા અને લુણાવાડામાં આવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભગવાન વિશ્વકર્મા શ્રમિક જગતના આરાધ્ય દેવ તરીકે પૂજાય છે. ત્યારે ભારતીય મજદૂર સંઘ પણ આ દિવસે વિશ્વકર્મા દાદા નું પૂજન અર્ચન, શોભાયાત્રા,શ્રમિક વસ્તીમાં સેવા કાર્ય કરી વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરતા હોય છે. ગુજરાત ના કારીગર વર્ગ જેવાકે લુહારી કામ, સુથારીકામ, કડિયાકામ, હસ્તકલાના કારીગર વિગેરે પણ આ દિવસે કામગીરીથી મહદઅંશે દૂર રહી ઉજવણી કરતા હોય છે.
ભારતીય મજદુર સંઘ, ગુજરાત પ્રદેશ દ્વારા તા.17ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા ઘોષિત કરવાની માગ સાથે સોમવારે ગોધરા ખાતે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.આ જ રીતે લુણાવાડા ખાતે પણ મહીસાગર જિલ્લાના ભારતીય મઝદુર સંઘ દ્વારા પણ કલેક્ટરને આવેદન આપી આ દિવસે રાજ્ય સરકાર દ્વારા જાહેર રજા ઘોષિત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરી કાયમી જાહેર રજા જાહેર કરવાની માગ સાથે રાજ્યભરમાં માગણી કરવામાં આવી રહી છે.
What's Your Reaction?






