Girnar Parikrama: ગિરનાર પરિક્રમામાં છેલ્લા બે દિવસમાં 7 લોકોના હાર્ટ એટેકથી મોત
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં સાત લોકોને હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા છે. જેના કારણે હવે અન્ય ભાવિકોમાં પણ હાર્ટ એટેકને લઇને ભય જોવા મળી રહ્યો છે.ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના કારણે થઇને સાત લોકોના મોત થયા છે. છાતીમાં થતો દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. મૃત્યુ પામનાર તમામ સાતેય પરિક્રમાર્થીઓ પુરૂષો જ છે. ફક્ત 2 દિવસમાં 7 પરિક્રમાર્થીઓના મોતની લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવિકોને પરિક્રમાના રૂટ પરજ છાતીમાં દુઃખાવો જીવલેણ સાબિત થયો.સાત લોકોના હાર્ટ એટેકથી મોત જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યા પ્રમાણે 6 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ અને 1 મૃતદેહને ભેંસાણ સીએચસી ખાતે ખસેડવામાં આવેલ છે. જેમાં 11 નવેમ્બરના રોજ 4 ભાવિકોના મૃત્યુ થયા હતા અને 12 નવેમ્બરના રોજ વધુ 3 ભાવિકો મૃત્યુ પામ્યા હતા. આ તમામ મૃતકોની ઉંમર 50થી 70 વર્ષની હોવાની જાણવા મળેલ છે. લોકો પણ પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં સાત લોકોને હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા છે. જેના કારણે હવે અન્ય ભાવિકોમાં પણ હાર્ટ એટેકને લઇને ભય જોવા મળી રહ્યો છે.
ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના કારણે થઇને સાત લોકોના મોત થયા છે. છાતીમાં થતો દુખાવો આ પરિક્રમાર્થીઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે. મૃત્યુ પામનાર તમામ સાતેય પરિક્રમાર્થીઓ પુરૂષો જ છે. ફક્ત 2 દિવસમાં 7 પરિક્રમાર્થીઓના મોતની લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવિકોને પરિક્રમાના રૂટ પરજ છાતીમાં દુઃખાવો જીવલેણ સાબિત થયો.
સાત લોકોના હાર્ટ એટેકથી મોત
જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના જણાવ્યા પ્રમાણે 6 મૃતદેહોને સિવિલ હોસ્પિટલ અને 1 મૃતદેહને ભેંસાણ સીએચસી ખાતે ખસેડવામાં આવેલ છે. જેમાં 11 નવેમ્બરના રોજ 4 ભાવિકોના મૃત્યુ થયા હતા અને 12 નવેમ્બરના રોજ વધુ 3 ભાવિકો મૃત્યુ પામ્યા હતા. આ તમામ મૃતકોની ઉંમર 50થી 70 વર્ષની હોવાની જાણવા મળેલ છે. લોકો પણ પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.