Gir Somnath Rain News : ગીર સોમનાથના ઉના તાલુકાને મેઘરાજાએ ઘમરોળ્યો, ઉનામાં 7 ઇંચ વરસાદ ખાબકયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથના ઉનામાં છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબકયો છે, ઉના તાલુકાનો રાવલ ડેમ સંપૂર્ણ ભરાયો છે અને ડેમના 2 દરવાજા ખોલી 2500 ક્યુસેક પાણી છોડાયું છે, વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ જોવા મળ્યું છે, ભારે વરસાદ થતા ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને તૈયાર થયેલો પાક નિષ્ફળ ગયો છે.
હજુ પણ ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ
ચાલુ વર્ષે વરસાદની ખાધ ધરાવતા ગીર સોમનાથના ઉના અને કોડીનારમાં ચોમાસાના અંતે ભાદરવો ભરપૂર બન્યો છે, ઉનામાં હજી પણ વરસાદ વરસી રહ્યો છે અને ઉનામાં એક જ દિવસમાં 7 ઈંચથી વધુ વરસાદ પડયો છે, મછુંદ્રી, રાવલ, શાહી, સહિતની તમામ નદીઓમાં આવ્યા ઘોડાપૂર તેમજ રાવલ ડેમ એક રાતમાં ભરાયો છે, ડેમના 2 દરવાજા અડધા મીટર ખોલીને 2500 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
ગીર સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ
સૂત્રાપાડામાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે અને કનહાર વિસ્તારના ખેડૂતો પર મોટી આફત આવી છે, મગફળીનો ઉભો પાક પાણીમાં ગરકાવ થયો છે, મગફળીના પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ખેડૂતોનું કહેવું છે કે, છેલ્લે જે વરસાદ પડયો તેના કારણે પાકને ભારે નુકસાન થયું છે અને જયાં સુધી ખેતરોમાં પાણીનો નિકાલ નહી થાય ત્યાં સુધી પાકનું વાવેતર પણ નહી થાય તેવું ખેડૂતોનું કહેવું છે. ગુજરાતના 4 જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું
ગુજરાતના 4 જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે જેમાં વરસાદને લઇ હવામાન વિભાગનું નાઉકાસ્ટ જાહેર થયું છે, સવારે 10 વાગ્યા સુધી માટે નાઉકાસ્ટ જાહેર થયું છે જેમાં દ્વારકા, જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, બીજી તરફ કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તો મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર,ભાવનગરમાં, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે.
What's Your Reaction?






