Gir Somnath News: કોડિનારમાં સિયા મુસ્લિમોએ ઈરાનના ખામેનેઈના સમર્થનમાં જુલૂસ કાઢ્યું

Mar 2, 2026 - 13:00
Gir Somnath News: કોડિનારમાં સિયા મુસ્લિમોએ ઈરાનના ખામેનેઈના સમર્થનમાં જુલૂસ કાઢ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે. આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત નિપજ્યું છે. જેના કારણે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે. બીજી તરફ આ યુદ્ધને કારણે મીડલ ઈસ્ટની હવાઈ સેવાઓ પણ ખોરંભાઈ છે. અનેક ગુજરાતીઓ યુદ્ધની સ્થિતિમાં ફસાયા છે. ત્યારે ગુજરાતમાં ઈરાનના ખામેનેઈના સમર્થકો સામે આવ્યા છે. ખામેનેઈના મોત બાદ ગીર સોમનાથના કોડિનારમાં તેના સમર્થનમાં જુલૂસ નીકળ્યું હતું.

ગુજરાતમાં ખામનેઈના સમર્થકો કોણ?

ગીર સોમનાથના કોડિનારમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ જે અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં મોતને ભેટ્યા છે. તેમના સમર્થકો દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું. દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકોએ રેલી યોજી હતી. બુખારી મહોલ્લાથી કબ્રસ્તાન સુધી ખામેનેઈના સમર્થનમાં જુલૂસ નીકળ્યું હતું. આ રેલીમાં અમેરિકા અને ઈઝરાયેલ મુર્દાબાદના નારા લાગ્યા હતાં. આ રેલીમાં મોટી સંખ્યામાં સિયા મુસ્લિમો જોડાયા હતાં. 

આ પણ વાંચોઃ Ahmedabad News: NSUIના પૂર્વ પ્રમુખે મણીનગરમાં નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો, લોકોએ બરાબર મેથીપાક ચખાડ્યો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0