Gift City વિકાસ માટે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, વૈશ્વિક ફાઇનાન્સ હબ બનાવવાના લક્ષ્ય પર ચર્ચા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગિફ્ટ સિટી (GIFT City)ના વિકાસ મુદ્દે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ હાજર રહ્યા હતા. સાથે જ પીએમઓના પ્રિન્સિપલ સેક્રેટરી પી. કે. મિશ્રા, રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગિફ્ટ સિટીના ઝડપી વિકાસ અને તેની વૈશ્વિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ફાઇનાન્સ, બેન્કિંગ અને ફિનટેક ક્ષેત્ર પર ખાસ ભાર
બેઠક દરમિયાન ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સ હબ તરીકે વિકસાવવા માટેના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને બેન્કિંગ અને ફિનટેક ક્ષેત્રના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓને આકર્ષવા માટેની નીતિઓ અને રોકાણ વધારવા માટેના પ્રયાસો અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
એરક્રાફ્ટ-શિપ લીઝિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ચર્ચા
બેઠકમાં એરક્રાફ્ટ લીઝિંગ, શિપ લીઝિંગ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC)ના વિકાસ અંગે પણ વિગતવાર ચર્ચા થઈ હતી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવું અને Ease of Doing Business સુધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. અધિકારીઓએ ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક અને આકર્ષક ફાઇનાન્સિયલ ડેસ્ટિનેશન બનાવવા માટે ચાલી રહેલી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

