Gandhinagar:શહેરની હવા દૈનિક ચાર સિગારેટ પીવા જેટલી જ હાનિકારક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દૈનિક ચાર સિગારેટ પીતી વ્યક્તિને જેટલુ નુકશાન થાય છે તેટલુ નુકશાન ગાંધીનગરની હવા શ્વાસમાં લેતી વ્યક્તિઓને થઇ રહ્યુ છે. આ સ્થિતી ચોંકાવનારી છે. છેલ્લા કેટલાક સમયથી અને ખાસ કરીને નવેમ્બર મહિનામાં ગાંધીનગરનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ ખુબજ ઉંચો નોંધાઇ રહ્યો છે. વર્ષ 2025માં નવેમ્બર મહિનામાં ગાંધીનગરની હવા સૌથી વધુ દુષિત રહી છે. આ મહિનામાં 22 દિવસ એવા રહ્યા કે, જ્યારે એર ક્વોલિટી ઇન્ડેક્ષ 150 થી 200ની વચ્ચે રહ્યો. જે વાતાવરણમાં રહેલી હવાની ક્વોલિટી બીનઆરોગ્યપ્રદ હોવાનું દર્શાવે છે.
તેમાં પણ છેલ્લા એક સપ્તાહમાં એર ક્વોલિટી ઇન્ડેક્ષ 180 થી 216 વચ્ચે નોંધાયો છે. જ્યારે ચાર દિવસ એર ક્વોલિટી ઇન્ડેક્ષ (AQI) 200થી ઉંચો રહ્યો છે. આ સ્થિતી હવાની ક્વોલિટી બીનઆરોગ્યપ્રદ હોવાનું જણાવે છે. સેક્ટર વિસ્તારોને બાદ કરતા શહેરના ન્યુ ગાંધીનગર વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંધકામ સાઇટો ચાલી રહી છે. જેમાં માટી ખોદાણ અને વહન સમયે હવામાં રજકણો ઉડે નહી તે મામલે કોઇ જ ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. માટી અને રેતી વહન કરતા ડમ્પરો પણ માથે તાડપત્રી નાખ્યા વગર ખુલ્લા દોડી રહ્યા છે. જેથી રસ્તાઓ પર માટી અને રેતી ઉડે છે. જે હવા મારફત લોકોના શ્વાસમાં જઇ રહી છે. આ મામલે નિયમો બનાવ્યા છે. પરંતુ હાલ આ નિયમો ગાંધીનગરમાં બાંધકામ સાઇટના સંચાલકોને લાગુ પડતા નથી. અત્યારે જે ગાંધીનગર હવાની ક્વોલિટી છે તે ખુબજ બિનઆરોગ્યપ્રદ છે. તે શરીરને કેટલુ નુકશાન કરી રહી છે તે એક ઉદાહરણ પરથી સમજીએ તો દૈનિક ચાર સીગારેટ પીતી વ્યક્તિઓને જેટલુ નુકસાન થાય છે તેટલુ નુકશાન ગાંધીનગરની હવા શ્વાસમાં લેતી વ્યક્તિઓને થઇ રહ્યુ છે. સપ્તાહમાં આ આંકડો 22.3 સિગારેટ અને મહિનામાં 177 સિગારેટ પીવાથી થતા નુકશાન જેટલો થાય છે. આ સ્થિતી ખુબજ ચિંતાજનક છે. ચાલુ વર્ષ 2025માં નવેમ્બર મહિનામાં AQI સૌથી વધુ રહ્યો છે. નવેમ્બરના 22 દિવસ ગાંધીનગરની હવા બિનઆરોગ્યપ્રદ કેટેગરીમાં આવી છે. જ્યારે ચાર દિવસ AQI 200થી ઉંચો રહ્યો છે. તેમાં પણ 28 નવેમ્બરની હવા વર્ષ 2025ના સમગ્ર વર્ષની સૌથી વધુ દુષિત રહી હતી. ગાંધીનગરના ગિફ્ટસિટી, લેકાવાડા અને સે.10 સ્થિત AQI સ્ટેશન પર હવાની ગુણવત્તાના આ આંકડા નોંધાયા છે.
પ્રદૂષણથી બચવા શું કરવું જોઈએ ?
આ સ્થિતીથી બચવા તબીબો બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવા, ઘરના બારીબારણા બંધ રાખવા સલાહ આપી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી હવાની ગુણવત્તાની સ્થિતી વણસી છે. હવાની ગુણવત્તાના અન્ય માપદંડોમાં પણ પાર્ર્ટિક્લુલેટ મેટર 2.5 અને 10નું સ્તર પણ ચિંતાનજક છે. આ બંનેનું સ્તર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઇડલાઇનના સ્ટાન્ડર્ડ કરતા ઉંચુ નોંધાઇ રહ્યુ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

