Gandhinagarમાં એક વર્ષમાં 27 ટુ વ્હીલર ચોરી કરનારો રીઢો ગુનેગાર ઝડપાયો
એલસીબી-1 પીઆઈ ડી. બી. વાળાના માર્ગદર્શનમાં અલગ-અલગ ટીમો વાહન ચોરોને ઝડપી પાડવા કામે લાગી હતી.જેમાં પીએસઆઈ જે. જે. ગઢવી અને ટીમે ચોરીવાળી જગ્યાઓના સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં હતા. જેમાં એક ઈસમની હીલચાલ શંકાસ્પદ લાગી હતી. જેના ઉપર વોચ રાખીને પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે પકો વિનુભાઈ દંતાણી (30 વર્ષ, રહે- બ્રાહ્મણવાસ, નવાપુરા નંદાસણ, કડી)ને ચોરીના ટુવ્હીલર સાથે સરગાસણ પાસેથી દબોચી લેવાયો હતો. ટુ વ્હીલરની ખાતરી કરતાં નંબર પ્લેટ ખોટી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં 30 ટુ વ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આરોપીએ છેલ્લા એકાદ વર્ષમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 24, અડાલજ વિસ્તારમાંથી 1, પેથાપુર વિસ્તારમાંથી 1, સેક્ટર-21 વિસ્તારમાંથી 1 તથા મહેસાણા જિલ્લામાંથી ત્રણ ટુ વ્હીલરની ચોરી કરી હતી. આરોપી પાસેથી 20 જેટલી શંકાસ્પદ આરસી બુક મળી આવી હતી. પોલીસે બાઈક-એક્ટિવા મળી 24 વાહનો રિકવર કર્યા હતા, જેની કિંમત 4.15 લાખ થાય છે. આ ઉપરાંત એક ફોન, 25 ચાવી પણ જપ્ત કરાઈ છે. આરોપી પાર્કિંગવાળી જગ્યાઓથી માસ્ટર ચાવી વડે અથવા ઈલેક્ટ્રીક વાયર ડાયરેક્ટ કરીને વાહન ઉઠાવી લેતો હતો. ચોરીના વાહનોની નંબર પ્લેટ કાઢી રસ્તામાં ફેંકી દઈ ખોટી નંબર પ્લેટ લગાવી દીધો હતો. જેમાં પોતાના મોબાઈલમાં આન્ય વાહનોની નંબર પ્લેટના ફોટો પાડી તે મુજબ નંદાસણ હાઈવે પર આવેલી દુકાન ઉપર આર.સી. બુક બનાવડી લેતો હતો. આરસી બુક બતાવી તે મુજબ નંબર પ્લેટો બનાવડી પોતાના સગા-ઓળખીતાઓમાં વાહનો વેચી મારતો હતો.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
એલસીબી-1 પીઆઈ ડી. બી. વાળાના માર્ગદર્શનમાં અલગ-અલગ ટીમો વાહન ચોરોને ઝડપી પાડવા કામે લાગી હતી.
જેમાં પીએસઆઈ જે. જે. ગઢવી અને ટીમે ચોરીવાળી જગ્યાઓના સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં હતા. જેમાં એક ઈસમની હીલચાલ શંકાસ્પદ લાગી હતી. જેના ઉપર વોચ રાખીને પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે પકો વિનુભાઈ દંતાણી (30 વર્ષ, રહે- બ્રાહ્મણવાસ, નવાપુરા નંદાસણ, કડી)ને ચોરીના ટુવ્હીલર સાથે સરગાસણ પાસેથી દબોચી લેવાયો હતો. ટુ વ્હીલરની ખાતરી કરતાં નંબર પ્લેટ ખોટી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે આરોપીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં 30 ટુ વ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આરોપીએ છેલ્લા એકાદ વર્ષમાં સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 24, અડાલજ વિસ્તારમાંથી 1, પેથાપુર વિસ્તારમાંથી 1, સેક્ટર-21 વિસ્તારમાંથી 1 તથા મહેસાણા જિલ્લામાંથી ત્રણ ટુ વ્હીલરની ચોરી કરી હતી. આરોપી પાસેથી 20 જેટલી શંકાસ્પદ આરસી બુક મળી આવી હતી. પોલીસે બાઈક-એક્ટિવા મળી 24 વાહનો રિકવર કર્યા હતા, જેની કિંમત 4.15 લાખ થાય છે. આ ઉપરાંત એક ફોન, 25 ચાવી પણ જપ્ત કરાઈ છે. આરોપી પાર્કિંગવાળી જગ્યાઓથી માસ્ટર ચાવી વડે અથવા ઈલેક્ટ્રીક વાયર ડાયરેક્ટ કરીને વાહન ઉઠાવી લેતો હતો. ચોરીના વાહનોની નંબર પ્લેટ કાઢી રસ્તામાં ફેંકી દઈ ખોટી નંબર પ્લેટ લગાવી દીધો હતો. જેમાં પોતાના મોબાઈલમાં આન્ય વાહનોની નંબર પ્લેટના ફોટો પાડી તે મુજબ નંદાસણ હાઈવે પર આવેલી દુકાન ઉપર આર.સી. બુક બનાવડી લેતો હતો. આરસી બુક બતાવી તે મુજબ નંબર પ્લેટો બનાવડી પોતાના સગા-ઓળખીતાઓમાં વાહનો વેચી મારતો હતો.