Gandhinagar News : પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં અંદાજે 6000થી વધુ જગ્યાઓ માટે આ વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે : પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ

Mar 11, 2026 - 09:00
Gandhinagar News : પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં અંદાજે 6000થી વધુ જગ્યાઓ માટે આ વર્ષે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે : પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ ૨૦૨૬-૨૭ની અંદાજપત્રીય અનુદાનોની માંગણીઓના જવાબ માં વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં ₹.૧૦૭૦.૫૨ કરોડનો વધારો કરીને પંચાયત પ્રભાગ માટે ₹. ૯૩૭૮.૭૮ કરોડની અને ગ્રામ વિકાસ પ્રભાગ માટે ₹.૫૪૭૯.૦૭ કરોડ આમ કરીને કુલ ₹.૧૪૮૫૭.૮૫ કરોડની બજેટમાં જોગાવાઇ કરવામાં આવી છે.

સંકલિત યોજના માટે ₹.650 કરોડની જોગવાઈ

સ્વચ્છતા સંબંધિત વિવિધ પહેલોને એકીકૃત કરીને “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” અમલમા મુકાઇ છે.ડોર-ટુ-ડોર કચરા, ઘન કચરો પ્રક્રિયા એકમો, કચરા વ્યવસ્થાપન, કોમ્પોસ્ટિંગ અને ગ્રામ્ય સ્વચ્છતા અભિયાનને એક જ માળખા હેઠળ લાવવામાં આવશે. વર્ષ ૨૦૨૬–૨૭માં આ સંકલિત યોજના માટે ₹.૬૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

દરેક જિલ્લામાં PMC સ્થાપવાની વ્યવસ્થા કરી છે

ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા, યુવા-મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર “અટલવાડી” નિર્માણ કરવા માટે વર્ષ ૨૦૨૬–૨૭માં ₹.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી ગ્રામ્ય વિકાસ માટે માળખાગત કામો ગુણવત્તાસભર અને ભવિષ્યલક્ષી બને તે માટે Project Management Unit વિકસાવવુ જરુરી જણાતા રાજ્ય સરકારે વિકાસ કમિશનર કચેરી ખાતે PMU અને દરેક જિલ્લામાં PMC સ્થાપવાની વ્યવસ્થા કરી છે. જેના માટે ₹. ૭.૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર “અટલવાડી” નિર્માણ થશે

વધતા વિકાસકામો અને વહીવટી જટિલતા ધ્યાનમાં રાખી ૧૨૭ વિસ્તરણ અધિકારી અને ૨૨૨ મદદનીશ ઇજનેરની નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, જેના માટે અંદાજે રૂ. ૬.૬૬ કરોડનો વાર્ષિક ખર્ચ થશે. બનાસકાંઠાના વિભાજન બાદ રચાયેલા વાવ–થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતો માટે પણ નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ વર્ષે પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં ૬૦૦૦થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગામોમાં સામૂહિક પ્રવૃત્તિઓ, ગ્રામસભા, યુવા-મહિલા મંડળોની બેઠક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક સુવિધાસભર “અટલવાડી” નિર્માણ કરવા માટે વર્ષ ૨૦૨૬–૨૭માં ₹.૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. PAI-A કેટેગરીમાં આવેલી 699 ગ્રામ પંચાયતોમાંથી 346 ગુજરાતની

લોકશાહીના મૂલ્યોને વધુ દ્રઢ બનાવવા અમલી 'સમરસ ગ્રામ યોજના' હેઠળ અત્યાર સુધી ૧૫,૫૫૪ સમરસ ગામો જાહેર થયા છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ યોજના હેઠળ ₹.૭૦.૦૦ કરોડની જોગવાઈ કરવમાં આવી છે. ગરીબ કલ્યાણ મેળા એ ગુજરાતના વિકાસ મોડલમાં વચેટિયામુક્ત વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. ૧,૬૩૯ મેળાઓ યોજીને ૧૯૧.૧૨ લાખ લાભાર્થીઓને ₹૪૧,૩૬૮.૯૭ કરોડની સીધી સહાય આપી છે. પંચાયતોના મૂલ્યાંકન માટે ભારત સરકારે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) અમલમાં મૂક્યો છે, જેમાં SDGની ૯ થીમ આધારિત મૂલ્યાંકન થાય છે. સમગ્ર દેશમાં PAI-A કેટેગરીમાં આવેલી ૬૯૯ ગ્રામ પંચાયતોમાંથી ૩૪૬ ગુજરાતની છે, જે રાજ્યની આગવી સિદ્ધિ દર્શાવે છે.ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ માટે ₹.100 કરોડની નવી યોજના

ગુજરાત રાજ્યમાં સતત થઇ રહેલ શહેરીકરણની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની સમકક્ષ આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના અંતર્ગત તાલુકા મુખ્ય મથક હોય અને નગરપાલિકા ન હોય તેવી ૧૧૪ ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ માટે ₹.૧૦૦ કરોડની નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. અંદાજપત્રના અનુદાનોની આ તમામ માંગણીઓ વિધાનસભામાં પસાર કરાઇ હતી.


આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં કોપર ચોરી કરતી ગેંગ ઝડપાઈ, પોલીસે ગેંગ પાસેથી 400 કિલો કોપર કબ્જે કર્યુ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0