Gandhinagar News: નવા સચિવાલયના ગેટ પાસે SRPના જવાને આત્મહત્યા કરી, મૃતક પાસેથી એક ચીઠ્ઠી મળી

Apr 14, 2026 - 11:30
Gandhinagar News: નવા સચિવાલયના ગેટ પાસે SRPના જવાને આત્મહત્યા કરી, મૃતક પાસેથી એક ચીઠ્ઠી મળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરમાં સચિવાલયના ગેટ પાસે જ એક એસઆરપી જવાને આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે. આપઘાતનું કારણ હજી અકબંધ છે. જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. મૃતક પાસેથી એક ચીઠ્ઠી મળી આવી છે. જેમાં મકાનનો હિસાબ લખેલો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

મૃતક પાસેથી એક ચીઠ્ઠી મળી આવી

ગાંધીનગરમાં સચિવાલયના ગેટ પાસે એસઆરપી ગ્રુપ 9ના વડોદરાના જવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ જવાન મુળ ભાવનગરનો વતની હોવાનું સામે આવ્યું છે. પોલીસની તપાસમાં પ્રાથમિક માહિતી પ્રમાણે આપઘાતનું કારણ અંગત હોવાનું સામે આવ્યું છે. મૃતક જવાન રાજેન્દ્રસિંહ ચંદુભા ગોહિલ પાસેથી એક ચીઠ્ઠી મળી આવી છે. આ ચીઠ્ઠીમાં કોઈને આપઘાત કરવા જવાબદાર ગણવામાં નથી આવ્યું.

વૃક્ષ પર લટકેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો

મૃતકે તેની અંતિમ ક્રિયા માટેનું સ્થળ નક્કી કરવાનો અધિકાર તેની પત્નીને આપ્યો છે. મૃતક પાસેથી મળી આવેલી ચીઠ્ઠીમાં મકાનનો હિસાબ લખેલો છે. પોલીસે આ જવાને આપઘાત કયા કારણે કર્યો તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મૃતક જવાન રાજ્ય અનામત પોલીસ દળનો જવાન હોવાની માહિતી સુત્રો જણાવી રહ્યાં છે. નવા સચિવાલયના ગેટ નંબર ત્રણ પાસે એક વૃક્ષ પર લટકેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: વૃદ્ધ શિક્ષિકા અને તેમના પતિને ડિજિટલ એરેસ્ટ કરી 33 લાખ પડાવી લીધા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0