Gandhinagar News : દહેગામમાં લુખ્ખા તત્વોનો આતંક, છરી લઈને પહોંચ્યો કોલેજ અને પછી થઇ જોવા જેવી...

Jul 29, 2025 - 21:00
Gandhinagar News : દહેગામમાં લુખ્ખા તત્વોનો આતંક, છરી લઈને પહોંચ્યો કોલેજ અને પછી થઇ જોવા જેવી...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલી એક કોલેજમાં છરી લઈને હુમલો કરવા આવેલા વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થયા બાદ દહેગામ પોલીસ તુરંત જ સક્રિય બની હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને કોલેજ કેમ્પસમાં પણ દોડધામનો માહોલ સર્જાયો હતો.

કોલેજમાં છરી વડે હુમલો કરનાર વિદ્યાર્થી ઝડપાયો

વીડિયો વાયરલ થયા બાદ દહેગામ પોલીસ તાત્કાલિક કોલેજે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છરી લઈને આવેલો આ વિદ્યાર્થી શહેરની નૂરનગર સોસાયટીમાં રહેતો મોહંમદનુમેર આશીફમિયાં મણિયાર છે. આ માહિતી મળતા જ પોલીસે યુવકની અટકાયત કરી લીધી હતી.

કોઈ બાબતની અદાવત રાખીને કોલેજમાં પ્રવેશ્યો

પોલીસની તપાસમાં જાણવા મયું છે કે, સોમવારે મોહંમદનુમેર આશીફમિયાંનો અન્ય બે વિદ્યાર્થીઓ સાથે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાનો હિસવ ચૂકવવા માટે મોહંમદનુમેર મંગળવારે છરી લઈને કોલેજ પહોંચ્યો હતો. જોકે, પોલીસે સમયસર કાર્યવાહી કરીને આ યુવકને ઝડપી લીધો છે અને તેને કાયદાનું ભાન કરાવ્યું છે. આ ઘટના બાદ યુવકે એક વીડિયો દ્વારા માફી પણ માંગી હોવાનું જાણવા મળ્યું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0