Gandhinagar News : ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે ગુજરાત STનો ડંકો! ભાઈ બીજે તમામ જુના રેકોર્ડ તોડી GSRTC બન્યું દેશમાં સર્વોચ્ચ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ડિજિટલ ટિકિટિંગ અને ઓનલાઈન બુકિંગ ક્ષેત્રે વધુ એક ગૌરવવંતી સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા દેશની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં એક જ દિવસમાં સૌથી વધુ બુકિંગ અને આવક મેળવવાનો નવો ઇતિહાસ રચાયો છે. આ સિદ્ધિ સાથે જીએસઆરટીસીએ સળંગ 7માં વર્ષે આ ગૌરવપૂર્ણ સ્થાન જાળવી રાખ્યું છે. ભાઈ બીજના પવિત્ર પર્વ નિમિત્તે એક જ દિવસમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને કુલ 1,46,875 સીટોનું સર્વોચ્ચ બુકિંગ નોંધાયું છે, જેમાં માત્ર મોબાઇલ એપ્લિકેશન દ્વારા જ 99,402 સીટોનું બુકિંગ થવાથી ડિજિટલ માધ્યમ પ્રત્યે લોકોનો ભરોસો સ્પષ્ટ દેખાઈ આવે છે.
આવકના મામલે પણ નવો સીમાચિહ્ન સર
ડિજિટલ બુકિંગની સાથે-સાથે નાણાકીય આવકના મામલે પણ નિગમે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ભાઈ બીજના આ એક જ દિવસમાં નિગમ દ્વારા કુલ રૂ. 3.55 કરોડની માતબર ડિજિટલ આવક નોંધાઈ છે, જેમાં એકલા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી જ રૂ. 2.27 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને વધુ મજબૂત બનાવે છે. વર્ષ 2019 માં 74,368 સીટો અને રૂ. 1.53 કરોડની આવકથી શરૂ થયેલી આ સફર પ્રગતિ કરતી કરતી વર્ષ 2026 માં તેના સર્વોચ્ચ શિખરે પહોંચી છે, અને આ વર્ષે એક જ દિવસની કુલ આવક 13 કરોડ રૂપિયાથી પણ વધુ થઈ છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ST સ્ટાફને પાઠવ્યા અભિનંદન
આ ઐતિહાસિક સફળતા બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિગમના તમામ ST ડ્રાઈવર, કન્ડક્ટર તથા મિકેનિક સહિતના સમગ્ર સ્ટાફને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે. તેમણે પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તહેવારોના આ અવસરે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ST નિગમના કર્મચારીઓએ રાજ્યના મુસાફરોને સુરક્ષિત અને સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. દેશભરની તમામ રાજ્ય પરિવહન નિગમોમાં ડિજિટલ બુકિંગમાં 'નંબર 1 બનવાનું આ ગૌરવ ગુજરાતને મળ્યું છે, અને GSRTC મુસાફરોને આગામી સમયમાં પણ આવી જ અત્યાધુનિક અને ઉત્તમ સેવાઓ આપવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે.
આ પણ વાંચો : Accident News : સંબંધીને મળીને પરત ફરી રહેલા અમદાવાદના પરિવાર પર આફત, હાઈવે પર અકસ્માતમાં પતિ-પત્નીના મોત...
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

