Gandhinagar News : ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું ધ્વજ વંદન, દુશ્મનને ઇંટનો જવાબ પથ્થર મળ્યો : હર્ષ સંઘવી

Aug 15, 2025 - 11:30
Gandhinagar News : ગાંધીનગરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું ધ્વજ વંદન, દુશ્મનને ઇંટનો જવાબ પથ્થર મળ્યો : હર્ષ સંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી, અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યું ધ્વજ વંદન, સાથે સાથે હર્ષ સંઘવીએ ઓપરેશન સિંદૂરને લઈ મોટી વાત કરી હતી, તેમણે કહ્યું કે, પહલગામમાં ભારતની દિકરીઓનું સિંદૂર ભૂસવાનું કૃત્ય કરાયું છે અને પાક.ના આતંકીઓને 27 મિનિટમાં ધ્વસ્ત કર્યા હતા, સિંદૂરનો બદલો સમગ્ર વિશ્વએ જોયો છે.

પાકિસ્તાનને ખબર નહોતી મોદી સરકાર પ્રચંડ પ્રહાર કરશે : હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, ભારત સામે ખોટી નજર કરનારની આંખો મિચાઇ ગઇ છે અને દુશ્મનને ઇંટનો જવાબ પથ્થર મળ્યો છે, સાયબર ક્રાઇમ વિશે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, સાયબર ક્રાઈમ સ્પેશિયલ યુનિટ ઉભું કરાશે અને તાત્કાલિક સપોર્ટ મળે તે માટે યુનિટ બનાવાશે અને આંતરરાષ્ટ્રીય રમતો માટે ગુજરાત મોટું સ્થળ બનશે.

આજના પાવન દિવસે દેશ માટે આહુતિ આપનાર વીરોને વંદન : હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, સેનાના જવાનોને નકમસ્તક થઈ અભિનંદન પાઠવું છે, આઝાદીના લડવૈયાઓએ અને યુવાઓએ દેશ માટે જીવન આપ્યું છે અને આઝાદીના લડવૈયાના સપના સફળતા પૂર્વક પાર પડયા છે, વધુમાં હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને કહ્યું કે, ગુજરાત પોલીસે જેલમાંથી વીડિયો કોન્ફરન્સથી બંદીઓને કોર્ટમાં હાજર કરાય છે અને પોલીસ જવાનોનો સમય બચી રહ્યો છે, ગ્રામીણ સુરક્ષા માટે પોલીસ અને સરપંચો વચ્ચે સંવાદ થયો જે દેશમાં પહેલીવાર છે.

છેલ્લા 7 મહીનામાં 2800થી વધુ નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા : હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, છેલ્લા 7 મહીનામાં 2800થી વધુ નાસતા ફરતા આરોપીઓને ગુજરાત પોલીસે ઝડપ્યા છે, ૨૫ વર્ષથી ફરાર આરોપીઓનો પણ સમાવેશ થાય છે અને ૧૬૮૯ ગુમ બાળકોને શોધી પરિવારને સોંપ્યા છે, ગુજરાત પોલીસે ૮૩૦ વ્યાજખોરોની પોલીસે ધરપકડ કરી છે અને ગુનાખોરી નિવારવા ૧૦૦ કલાક અસામાજીક તત્વોની યાદી બનાવી ૨૨૧૫ સામે પાસા કરવામાં આવ્યા છે, એક હજાર થી વધુ ગુનેગારોના દબાણો દૂર કરાયા છે, ૮૦૦ ગુનેગારોના ત્યાંથી ગેરકાયદેસર વિજ જોડાણ કપાયું છે.

રમતગમત ક્ષેત્રે આગળ વધ્યા છીએ : હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, દિવ્યાંગો રમતો માટે ટ્રેનિંગ લઈ શકશે અને આંતરરાષ્ટ્રીય રમતોના આયોજન માટે સૌથી મોટુ સ્થળ ગુજરાત બનશે અને ૨ વર્ષ મા ૨૯૦૫ નવી એસટી બસો ગુજરાતના નાગરિકોને આપી છે અને ૩૫ નવા બસ સ્ટેશન માટે ખાતમુહૂર્ત કર્યુ છે. હાલમાં રોજના ૨૭ લાખ મુસાફરો સુધી પહોંચ્યા છીએ જે ૨૦૩૦ સુધી ૩૦ લાખ સુધી પહોંચશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0