Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલે નિવાસસ્થાને સુરક્ષાકર્મીઓની સાથે શસ્ત્રપૂજન કર્યું
વિજયાદશમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. વિજયાદશમીએ શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ હોય છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, આંતરિક શત્રુઓ પર વિજય મેળવવા માટે જ્ઞાનરૂપી શસ્ત્ર છે, જ્યારે બાહ્ય નકારાત્મક શક્તિઓ સામે વિજય માટે પણ શસ્ત્રનો મહિમા છે. શસ્ત્રપૂજનનો આ અવસર વિશ્વમાં માનવ કલ્યાણની વિરોધી આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનો અવસર બની રહે તેવી પ્રાર્થના.મુખ્યમંત્રીની સુરક્ષામાં ખડેપગે રહેનાર જવાનોએ શસ્ત્રપૂજા કરી વિજયાદશમી પર્વે શસ્ત્રપૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો આ ઉત્સવ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન વિજયાદશમી પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા શરૂ કરાવી હતી. મુખ્યમંત્રીના સલામતી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રતિ વર્ષ વિજયાદશમીએ શસ્ત્ર પૂજન વિધિ મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં યોજાય છે. આ વર્ષે યોજાયેલી શસ્ત્ર પૂજન વિધિમાં મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર મળીને 50 જેટલા સુરક્ષા કર્મીઓ જોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં શસ્ત્રપૂજન કર્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીના પર્વ નિમિત્તે શસ્ત્રપૂજા કરી. જેમાં CP અનુપમ ગેહલોત તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. અનુપમ ગેહલોતએ હર્ષ સંઘવીને હથિયારો વિશે માહિતી આપી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વિજયાદશમીએ રામ ભગવાને રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય મેળવ્યો હતો. વિજયાદશમીએ શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ હોય છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરીકો, ભાઈ-બહેનોને વિજયાદશમી-દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત શસ્ત્ર પૂજન કર્યું હતું.
મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, આંતરિક શત્રુઓ પર વિજય મેળવવા માટે જ્ઞાનરૂપી શસ્ત્ર છે, જ્યારે બાહ્ય નકારાત્મક શક્તિઓ સામે વિજય માટે પણ શસ્ત્રનો મહિમા છે. શસ્ત્રપૂજનનો આ અવસર વિશ્વમાં માનવ કલ્યાણની વિરોધી આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનો અવસર બની રહે તેવી પ્રાર્થના.
મુખ્યમંત્રીની સુરક્ષામાં ખડેપગે રહેનાર જવાનોએ શસ્ત્રપૂજા કરી
વિજયાદશમી પર્વે શસ્ત્રપૂજનનો અનેરો મહિમા છે. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનો આ ઉત્સવ સદવર્તન, સદાચાર અને સત્યના માર્ગે ચાલીને વિઘટનકારી તત્વોને પરાસ્ત કરી રાષ્ટ્ર-રાજ્યના ઉદયના નિર્માણનું કર્તવ્ય નિભાવવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રી કાળ દરમ્યાન વિજયાદશમી પર્વે શસ્ત્ર પૂજનની પરંપરા શરૂ કરાવી હતી.
મુખ્યમંત્રીના સલામતી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રતિ વર્ષ વિજયાદશમીએ શસ્ત્ર પૂજન વિધિ મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં યોજાય છે. આ વર્ષે યોજાયેલી શસ્ત્ર પૂજન વિધિમાં મુખ્યમંત્રીના સલામતી પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર મળીને 50 જેટલા સુરક્ષા કર્મીઓ જોડાયા હતા.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં શસ્ત્રપૂજન કર્યું
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીના પર્વ નિમિત્તે શસ્ત્રપૂજા કરી. જેમાં CP અનુપમ ગેહલોત તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા. અનુપમ ગેહલોતએ હર્ષ સંઘવીને હથિયારો વિશે માહિતી આપી.