Gandhinagar : 109 નગરપાલિકાના 50 લાખના બિલ બાકી , 2 વર્ષમાં રૂ. 697.34 કરોડ સરકારે વસૂલ્યા

Mar 13, 2026 - 01:00
Gandhinagar : 109 નગરપાલિકાના 50 લાખના બિલ બાકી , 2 વર્ષમાં રૂ. 697.34 કરોડ સરકારે વસૂલ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યની વિવિધ નગરપાલિકાઓ સાથે સંબંધિત બિલ બાકી હોવાના મુદ્દે વિધાનસભામાં મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. કોંગ્રેસના એક ધારાસભ્યના સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં નગરપાલિકાઓ પાસેથી કુલ રૂ. 697.34 કરોડની વસૂલાત કરવામાં આવી છે.

 109 નગરપાલિકાઓના લગભગ 50 લાખથી વધુ બિલ બાકી

સરકારે આપેલી વિગતો મુજબ રાજ્યની 109 નગરપાલિકાઓના લગભગ 50 લાખથી વધુ બિલ બાકી હોવાની સ્થિતિ સામે આવી હતી. આ બાકી રકમ વસૂલવા માટે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 372.27 કરોડની વસૂલાત

આંકડા મુજબ વર્ષ 2024-25 દરમિયાન સરકાર દ્વારા રૂ. 325.57 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025-26 દરમિયાન રૂ. 372.27 કરોડની વસૂલાત કરવામાં આવી છે. એટલે કે બે વર્ષમાં મળીને કુલ રૂ. 697.34 કરોડની રકમ નગરપાલિકાઓ પાસેથી વસૂલવામાં આવી હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું છે.


આ પણ વાંચો---   Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0