Gandhinagar: મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહ, ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને લઇ સંચાલવક મંડળને અભિનંદન પાઠવ્યા હતા.ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી: શાહસમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને લઇ સંચાલવક મંડળને અભિનંદન પાઠવું છું, 100 કરોડના નફા સાથે સૌથી મજબૂત ADC બેંક, ADC બેન્કે 100 વર્ષ પૂર્ણ કર્યા તે મહત્વની બાબત છે. આ સાથે વધુમાં અમિત શાહે શ્યામજી કૃષ્ણવર્માને શ્રદ્ધાંજલિ આપી હતી. ADC બેંકની સ્થાપનાએ નાનકડું બીજ મોટું વટવૃક્ષ બન્યું છે. આથી તમામ ADC બેંકના સંચાલવક મંડળને અભિનંદન... બેંકના ચેરમેનને ખૂબ - ખૂબ શુભેચ્છાઓ...આવનારા 100 વર્ષોમાં આ યોગદાન ઘણું વધશે, અનેક મંડળીઓ માટે બેન્કે અજવાળું પાથર્યું છે.CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદનગાંધીનગરમાં ADC બેન્ક સ્થાપના 100 વર્ષની ઉજવણી કરવામાં આવી છે.આ શતાબ્દી સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત મોટી સંખ્યામાં બેંક સાથે સંકળાયેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને લઇ CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ADC બેંક નફો કરતી બેંક થઇ ગઇ છે. અમિત શાહના કારણે બેંક ખોટમાંથી નફો કરતી થઇ છે. સહકારી બેંકોમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો કરાયા છે. PM મોદીએ વિકાસના દરેક કામમાં લોકોને જોડ્યા છે. લોકોનો વિકાસ અને ભરોસો કેળવી જવાબદારી સંભાળી છે. રાષ્ટ્રીયકૃત બેંકો વચ્ચે ADCએ 100 વર્ષ પૂર્ણ કર્યા તે પ્રશંસનીય છે. સહકાર મંત્રાલય પ્રથમવાર બન્યું અને અમિત શાહને સોંપાયું. બેંકના ચેરમેન તરીકે અમિતભાઈ રહ્યા છે. અમિતભાઈએ સહકારી માળખાને નવી દિશા અપાવી છે.અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણગાંધીનગરના અડાલજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય મંત્રી અને CMએ આરોગ્યધામ નિરીક્ષણ પણ કર્યું હતું. 50 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના અડાલજ ખાતે રૂપિયા 50 કરોડના ખર્ચે નિર્માણ થવા પામેલી હીરામણી આરોગ્યધામનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. હીરામણી આરોગ્યધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય: શાહ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે, હીરામણી આરોગ્યધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય થયું છે. નરહરી અમીને રાજનીતિના ઉતાર ચઢાવ જોયા, નરહરી અમીન રાજનીતિમાં હંમેશા સ્થિર રહ્યા. હીરામણી આરોગ્ય ધામમાં તમામ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં તમામ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ શકે છે. તમામ વર્ગના લોકો માટે હીરામણી આરોગ્ય ધામ...60 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે. 75 હજાર મેડિકલ બેઠકો વધશે. ભાજપ સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા મંદિર ખાતે શતાબ્દી સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને લઇ સંચાલવક મંડળને અભિનંદન પાઠવ્યા હતા.
ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી: શાહ
સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને લઇ સંચાલવક મંડળને અભિનંદન પાઠવું છું, 100 કરોડના નફા સાથે સૌથી મજબૂત ADC બેંક, ADC બેન્કે 100 વર્ષ પૂર્ણ કર્યા તે મહત્વની બાબત છે. આ સાથે વધુમાં અમિત શાહે શ્યામજી કૃષ્ણવર્માને શ્રદ્ધાંજલિ આપી હતી. ADC બેંકની સ્થાપનાએ નાનકડું બીજ મોટું વટવૃક્ષ બન્યું છે. આથી તમામ ADC બેંકના સંચાલવક મંડળને અભિનંદન... બેંકના ચેરમેનને ખૂબ - ખૂબ શુભેચ્છાઓ...આવનારા 100 વર્ષોમાં આ યોગદાન ઘણું વધશે, અનેક મંડળીઓ માટે બેન્કે અજવાળું પાથર્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
ગાંધીનગરમાં ADC બેન્ક સ્થાપના 100 વર્ષની ઉજવણી કરવામાં આવી છે.આ શતાબ્દી સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિત મોટી સંખ્યામાં બેંક સાથે સંકળાયેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ADC બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીને લઇ CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ADC બેંક નફો કરતી બેંક થઇ ગઇ છે. અમિત શાહના કારણે બેંક ખોટમાંથી નફો કરતી થઇ છે. સહકારી બેંકોમાં અનેક ક્રાંતિકારી નિર્ણયો કરાયા છે. PM મોદીએ વિકાસના દરેક કામમાં લોકોને જોડ્યા છે. લોકોનો વિકાસ અને ભરોસો કેળવી જવાબદારી સંભાળી છે. રાષ્ટ્રીયકૃત બેંકો વચ્ચે ADCએ 100 વર્ષ પૂર્ણ કર્યા તે પ્રશંસનીય છે. સહકાર મંત્રાલય પ્રથમવાર બન્યું અને અમિત શાહને સોંપાયું. બેંકના ચેરમેન તરીકે અમિતભાઈ રહ્યા છે. અમિતભાઈએ સહકારી માળખાને નવી દિશા અપાવી છે.
અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ
ગાંધીનગરના અડાલજમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ કર્યું છે. કેન્દ્રીય મંત્રી અને CMએ આરોગ્યધામ નિરીક્ષણ પણ કર્યું હતું. 50 કરોડના ખર્ચે બનાવાયેલી આધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના અડાલજ ખાતે રૂપિયા 50 કરોડના ખર્ચે નિર્માણ થવા પામેલી હીરામણી આરોગ્યધામનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.
હીરામણી આરોગ્યધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય: શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે, હીરામણી આરોગ્યધામનું નિર્માણ અભિનંદનીય કાર્ય થયું છે. નરહરી અમીને રાજનીતિના ઉતાર ચઢાવ જોયા, નરહરી અમીન રાજનીતિમાં હંમેશા સ્થિર રહ્યા. હીરામણી આરોગ્ય ધામમાં તમામ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં તમામ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ શકે છે. તમામ વર્ગના લોકો માટે હીરામણી આરોગ્ય ધામ...60 કરોડ લોકોને આયુષ્યમાન કાર્ડનો લાભ મળ્યો છે. 75 હજાર મેડિકલ બેઠકો વધશે. ભાજપ સરકારે નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે.