Gandhinagar: બિનઅધિકૃત બાંધકામને અધિકૃત કરવા સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

4.5 FSI સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત થશે રહેણાંક માટે 2000 ચો. મીટર સુધી ફી લઈને નિયમિત થશે અધિનિયમ ૨૦૨૨ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત થશે  ગામતળ વિસ્તારમાં બિનરહેણાંક બિનઅધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 FSI સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે.  બિનઅધિકૃત રહેણાંક માટે 2000 ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિનઅધિકૃત બિન રહેણાંક માટે 1000 ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. અધિનિયમ 2022 મુજબ જોગવાઈ કરવામાં આવી છે અગાઉ ખુટતા પાર્કીંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50% ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો આ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Gandhinagar: બિનઅધિકૃત બાંધકામને અધિકૃત કરવા સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 4.5 FSI સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત થશે
  • રહેણાંક માટે 2000 ચો. મીટર સુધી ફી લઈને નિયમિત થશે
  • અધિનિયમ ૨૦૨૨ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત થશે

 ગામતળ વિસ્તારમાં બિનરહેણાંક બિનઅધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 FSI સુધીના બિનઅધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે.

 બિનઅધિકૃત રહેણાંક માટે 2000 ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિનઅધિકૃત બિન રહેણાંક માટે 1000 ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

અધિનિયમ 2022 મુજબ જોગવાઈ કરવામાં આવી છે

અગાઉ ખુટતા પાર્કીંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઇ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50% ખુટતા પાર્કીંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ના જાહેરનામાંથી પાર્કીંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઇ હતી.

ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો આ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે.