Gandhinagar: પોલીસની ગાડીમાં આવ્યા અને ચોરી કરી ફરાર, શ્યામા પ્રસાદ ફ્લેટમાં વ્હિલ પ્લેટની ચોરીની ઘટના CCTVમાં કેદ

Apr 20, 2026 - 14:30
Gandhinagar: પોલીસની ગાડીમાં આવ્યા અને ચોરી કરી ફરાર, શ્યામા પ્રસાદ ફ્લેટમાં વ્હિલ પ્લેટની ચોરીની ઘટના CCTVમાં કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા માટે વપરાતી પોલીસની ગાડીનો ઉપયોગ હવે ચોરી માટે થતો હોય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુડાસણ વિસ્તારમાં આવેલા શ્યામા પ્રસાદ ફ્લેટમાં પોલીસની ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

પોલીસની ગાડીમાં આવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો 

મળતી માહિતી મુજબ, કુડાસણના શ્યામા પ્રસાદ ફ્લેટના પાર્કિંગમાં રાત્રિના સમયે પોલીસનું સરકારી વાહન આવી પહોંચ્યું હતું. આ ગાડીમાં આવેલા શખ્સોએ પાર્કિંગમાં રહેલી અન્ય ગાડીઓની મોંઘીદાટ વ્હિલ પ્લેટની ચોરી કરી હતી અને જોતજોતામાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસની ગાડી જોઈને સામાન્ય રીતે કોઈને શંકા ન જાય, પરંતુ આ ટોળકીએ આ જ વાતનો ફાયદો ઉઠાવીને ચોરી કરી હતી.

CCTVમાં કેદ થઈ કરતૂત

ચોરીની આ સમગ્ર ઘટના ફ્લેટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે શખ્સો પોલીસની ગાડીમાં આવ્યા હતા અને વ્હિલ પ્લેટ કાઢીને રવાના થયા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે.પોલીસ કાર્યવાહી

આ મામલે ઈન્ફોસીટી પોલીસ મથકે ફરિયાદની અરજી આપવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે શું આ ખરેખર પોલીસ વિભાગની ગાડી છે કે પછી કોઈએ પોલીસના નામે નકલી ગાડી બનાવીને આ ગુનાને અંજામ આપ્યો છે? ઈન્ફોસીટી પોલીસે આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Local Body Elections 2026: વેરાવળ ચૂંટણી: વોર્ડ નં. 9માં વિરોધનો સૂર, 'અમારા વિસ્તારનો ઉમેદવાર હોય તો જ પ્રચાર કરવા આવવું'

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0