Gandhinagar: પત્નીએ પ્રેમી સાથે મળી પતિની પાવડાના ઘા મારી હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરના માણસા તાલુકામાં સૌલૈયા ગામે પ્રેમ સંબધમાં ખુની ખેલ ખેલાયો છે. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની પાવડાના ઘા મારી હત્યા કરી છે. આ ઘટનામાં પોલીસે આરોપી પત્નીને ઝડપી લીધી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. તેની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
પ્રેમી સાથે મળી પત્નીએ પતિને પતાવી દીધો
માણસાના સૌલેયા ગામે રહેતા ભોળાભાઇ ધુળાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 30 બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ તાલુકા ધનાણા ગામના રહેવાસી હતા. મૃતક માણસા ગામની આજુબાજુ મકાનના ધાબા ભરવાનુ કામ કરતા હતા. પરિવારમાં બે બાળકો છે. આ ઘટનામાં મૃતકની પત્ની અને પ્રેમી પ્રકાશ ગોહીલ રહેવાશી ધનાણા સુઈ ગામ તેઓ અવારનવાર સૌલેયા ગામે આવતો હતો. તેને રમિલાબેનને ઊંઘની ગોળીઓ આપી હતી. ગત મોડી રાત્રે પતિને જમવામાં આ ગોળીઓ આપી હતી. પતિ રાત્રે સુઈ જતા તેને પાવડા ના ઘા મારીને પતાવી દીધો હતો.
પત્નીની ધરપકડ પ્રેમી ફરાર
માણસા પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને કબ્જે લઈ પી એમ માટે માણસા સીવીલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.પોલીસે હાલ આ ઘટના મામલે તપાસ કરી રહી છે. પોલીસે એક આરોપી પત્નીની ધરપકડ કરી છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે.
What's Your Reaction?






